
પશ્ર્ચિમ બંગાળના મુશદાબાદમાં નવી બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરનાર હુમાયુ કબીરે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે. તેમણે આ પાર્ટીનું નામ જનતા ઉન્નયન પાર્ટી રાખ્યું છે. પાર્ટીનું નામ અને વજ નક્કી કરવા સાથે, હુમાયુ કબીરે ઘણી બેઠકો માટે ઉમેદવારો પણ નક્કી કર્યા છે. તેમણે બે મતવિસ્તારોમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે બે અન્ય મતવિસ્તારો માટે હુમાયુ કબીર નામના બે અલગ અલગ વ્યક્તિઓને ટિકિટ પણ આપી છે.
નવી પાર્ટીના નામની જાહેરાત કર્યા પછી, હુમાયુ કબીરે જણાવ્યું હતું કે તેઓ મુશદાબાદ જિલ્લાના રેજી નગર વિધાનસભા મતવિસ્તાર અને ભરતપુર વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી લડશે. તેઓ નવી પાર્ટીના અયક્ષ પણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હાજી ઇમરાન હુસૈન ગ્રામીણ ખડગપુર વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી લડશે. હુમાયુ કબીરને ભગવાનગોલા વિધાનસભા મતવિસ્તાર માટે ટિકિટ આપવામાં આવી છે. આ વ્યક્તિ અલગ છે, પરંતુ નામ એક જ છે. ડૉ. હુમાયુ કબીરને રાની નગર વિધાનસભા મતવિસ્તાર માટે ટિકિટ આપવામાં આવી છે. આ વ્યક્તિ પણ અલગ છે. કુલ મળીને, જનતા ઉન્નયન પાર્ટીએ હુમાયુ કબીર નામના વ્યક્તિઓને ચાર મતવિસ્તારો માટે ટિકિટ આપી છે.
હુમાયુ કબીરે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડશે અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી,એઆઇએમઆઇએમ સાથે જોડાણ કરશે. કબીર અગાઉ ટીએમસી ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. જોકે, બાબરી મસ્જિદના શિલાન્યાસની જાહેરાત કર્યા પછી, તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારથી તેમણે એક નવી પાર્ટી બનાવી છે. ટીએમસીમાં જોડાતા પહેલા, તેઓ કોંગ્રેસ અને ભાજપના સભ્ય હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેઓ સિવિલ સવસમાં હતા.