
વટવા જીઆઇડીસી વિસ્તારમાં મકાનની માલિકીને લઈને ચાલતી જૂની અદાવતમાં થયેલી હત્યાનો અમદૃાવાદૃ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખ્યો છે. અજીતિંસહ ચૌહાણની હત્યામાં સંડોવાયેલા હિતેશ સોલંકી અને રવિ સોલંકીને પોલીસે ગીતામંદિર વિસ્તારમાંથી ઝડપી લીધા છે. બંને આરોપીઓ પોલીસને ચકમો આપી શહેરમાંથી ભાગી છૂટવાની ફિરાકમાં હતા, તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે તેમને દબોચી લીધા હતા. આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ અક્ષય અને ધર્મેશને ઝડપી લેવા પોલીસે તપાસ શ કરી છે.
વટવા જીઆઇડીસી પાસે જશોદાનગર ત્રિકમપુરાના ચાર માળિયા વિસ્તારમાં મકાનની માલિકીને લઈને અજીતિંસહ ચૌહાણ અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી અદાવત ચાલી રહી હતી. દરમિયાન રાત્રે આશરે ૯:૩૦ વાગ્યાના સમયે અજીતિંસહ ચૌહાણ તેના મિત્ર અર્જુન સાથે ચાર માળિયા વિસ્તારમાં ગયો હતો. આ દરમિયાન ત્યાં રહેતા હરેશ ઉર્ફે હિતેશ સોલંકી અને તેના ભાઈઓ અક્ષય સોલંકી, રવિ સોલંકી અને ધર્મેશ સોલંકી સાથે અજીતિંસહનો કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. મામલો ઉગ્ર બનતા આરોપીઓ તલવાર અને પાઇપ લઈને આવ્યા હતા.
આરોપીઓએ અજીતિંસહ ચૌહાણના માથામાં તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે અજીતિંસહ લોહીલુહાણ થયો હતો. અજીતિંસહને બચાવવા માટે વચ્ચે પડેલા તેના મિત્ર અર્જુન અને હેમંતિંસહ નેગી પર પણ આરોપીઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ ચારેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન અજીતિંસહ ચૌહાણનું મોત થયું હતું અને અન્ય બે ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં વટવા જીઆઇડીસી પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને હેમંતિંસહ નેગીની ફરિયાદૃના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ શ કરી હતી. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓ અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગીતામંદિર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. હિતેશ અને રવિ શહેરમાંથી ભાગી છૂટવાની ફિરાકમાં હતા ત્યારે જ પોલીસે બંનેને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં હિતેશ સોલંકી અગાઉ પણ હત્યાના ગુનામાં પકડાયો હોવાનું સામે આવ્યું છે. અગાઉ મિતેષ નામના શખ્સને ધાબા પરથી ફેંકીને હત્યા કરવાના કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા થઈ હોવાનું પોલીસનું કહેવું છે. હાલ બંને આરોપીઓ જામીન પર બહાર હતા. આથી ક્રાઇમ બ્રાન્ચ હવે આરોપીઓના અગાઉના ગુનાહિત રેકોર્ડની પણ તપાસ કરી રહી છે.ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે, ચાર માળિયામાં આવેલા મકાનની માલિકી અને તેને ગીરવે રાખવા બાબતે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલી રહી હતી. આ જ અદૃાવતે અંતે િંહસક સ્વપ ધારણ કર્યું અને અજીતિંસહ ચૌહાણની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં કુલ ચાર આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તેમાંથી હિતેશ અને રવિ ઝડપાઈ ગયા છે, જ્યારે અક્ષય અને ધર્મેશને ઝડપી લેવા પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે.