અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી આપવામાં આવશે.

અમદાવાદ શહેરના મિલક્તધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના અંતિમ ત્રણ મહિના માટે ’વ્યાજ માફી યોજના’ જાહેર કરવામાં આવી છે. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય બાકી ટેક્સની વસૂલાત ઝડપી બનાવવાનો અને કરદાતાઓ પરનું વ્યાજનું ભારણ ઘટાડવાનો છે.

આ વ્યાજ માફી યોજના ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જે કરદાતાઓનો પાછલો ટેક્સ બાકી છે, તેઓ આ સમયગાળા દરમિયાન ટેક્સ ભરીને વ્યાજમાં મોટી છૂટછાટ મેળવી શકશે.

વ્યાજ માફીનું માળખું (નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ)

નવી ફોર્મ્યુલા હેઠળ રહેણાંક અને કોમશયલ મિલક્તો માટે માસવાર અલગ-અલગ વ્યાજ માફી નક્કી કરવામાં આવી છે: મહત્વનું છે કે, જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને કોમશયલ બંને પ્રકારની પ્રોપર્ટીમાં જાન્યુઆરીથી માર્ચ સુધી ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવશે.

આ યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે કરદાતા તેમનો પાછલો તમામ બાકી ટેક્સ સંપૂર્ણપણે ભરી દેશે. એએમસી ના ચોપડે કુલ ૨૫,૮૯,૩૬૭ પ્રોપર્ટી નોંધાયેલી છે, જેમાં ૧૯,૩૭,૨૯૧ રહેણાંક અને ૬,૫૨,૦૭૬ કોમશયલ મિલક્તોનો સમાવેશ થાય છે.

નાણાંકીય વર્ષના અંતે આવક વધારવા માટે આ આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ વ્યાજ માફી સ્કીમ દ્વારા એએમસીને અંદાજે રૂ. ૬૦૦ કરોડની ટેક્સ આવક થવાની શક્યતા છે. વર્ષ માટે રૂ. ૨૫૦૦ કરોડનો લક્ષ્યાંક છે, જેની સામે અત્યાર સુધી રૂ. ૧૭૧૦ કરોડની આવક થઈ ચૂકી છે. અમદાવાદના નાગરિકો માટે આ એક સુવર્ણ તક છે કે તેઓ વહેલી તકે પોતાનો બાકી ટેક્સ ભરીને આથક બચત કરે અને શહેરના વિકાસમાં સહભાગી બને.

અત્યાર સુધીની આવકના આંકડા:

પ્રોપર્ટી ટેક્સ: રૂ. ૧૩૩૪ કરોડ

પ્રોફેશનલ ટેક્સ: રૂ. ૧૯૨.૦૫ કરોડ

વ્હીકલ ટેક્સ: રૂ. ૧૬૬.૩૨ કરોડ