
અમદાવાદ ગ્રામ્ય પોલીસ જિલ્લાના સાણંદ પોલીસ સ્ટેશનની ટીમે ૨૩મી ઓગસ્ટે સાણંદૃ-વીરમગામ હાઇવે પર વીરપુર પાટીયા પાસેથી વિદૃેશીદારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે આશરે ૧૨૦૦ બોક્સમાં ભરેલી ૩૨૩૯૨ વિદૃેશીદારૂ ની બોટલો જપ્ત કરી છે. દૃાની અંદાજિત િંકમત ૧,૧૧,૦૩,૩૮૮ રૂપિયા થાય છે. આ ઉપરાંત ટ્રક અને કન્ટેનર, ૩ મોબાઇલ ફોન અને ૧૩૦૦રૂપિયા રોકડા મળીને કુલ ૧,૩૬,૧૯,૬૮૮ પિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસે કન્ટેનરના ડ્રાઇવર કરતારામ મેઘવાલ (ઉંમર ૩૦)ની ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમના તાલુકાનો રહેવાસી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ નેટવર્કમાં અન્ય લોકો પણ સામેલ હોવાનું ખૂલ્યું છે. જેમાં દારૂનો જથ્થો મોકલનાર અજમેરનો સુરેન્દ્ર યાદવ, કન્ટેનરનો માલિક બાડમેરનો મેહરારામ માનારામ અને ગુજરાતમાં આ જથ્થો મંગાવનાર સુરેન્દ્રનગરના સુદૃામડાના ત્રણ શખસો દૃેવેન્દ્ર ઉર્ફે દૃેંડુ ભરત બોરીચા, નાગરાજ ખાચર અને દૃેવાયત ખરતાણીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સાણંદ જીઆઇડીસી પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે દારૂ ના આ મોટા જથ્થાની પ્રાપ્તિ, તેના નાણાકીય વ્યવહારો, લોિંડગ અને પરિવહન સહિતની સમગ્ર સપ્લાય ચેઇનને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દારૂ નો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને આ ગુનાહિત નેટવર્કમાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે.