અમદાવાદમાં પાંચ મહિનામાં ૮.૫ ટન ભેળસેળયુક્ત ઘી સહિત નકલી અને ભેળસેળવાળી વિવિધ ખાદ્યસામગ્રીનો મોટો જથ્થો જપ્ત

અમદાવાદમાં તહેવારોની મોસમ નજીક આવતાં ખાદ્યચીજોમાં ભેળસેળ સામે મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની કાર્યવાહી વધુ કડક બની છે. છેલ્લા પાંચ મહિનામાં શહેરમાંથી આશરે ૮.૫ ટન ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘી, પનીર, માવો, રિફાઈન્ડ લોટ, ખાંડ, મસાલા, કપાસિયા તેલ, ચૂનાનો પાઉડર અને પેકેટબંધ નાસ્તા સહિતની અંદૃાજે ૨૩ ટન નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રી જપ્ત કરવામાં આવી છે. શ્રાવણિયા તહેવારોમાં લોકો ઘી, મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્યસામગ્રીનો વધુ ઉપયોગ કરતા હોવાથી આ કાર્યવાહી મહત્વની બની છે.

જપ્ત કરાયેલી સામગ્રીમાં પાનમાં ઉપયોગમાં લેવાતા ચૂનાનો પાઉડર પણ સામેલ છે. આ ઉપરાંત નકલી પેકેટબંધ નાસ્તા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પાડોશની દૃુકાનોમાંથી બાળકો અવારનવાર ખરીદતાં ચમકદાર પેકેટવાળા નાસ્તામાં પણ ભેળસેળ અને નકલી ઉત્પાદનોની સમસ્યા સામે આવી છે. આમ, ભેળસેળનો પ્રશ્ર્ન માત્ર રસોડાના ઘીના ડબા પૂરતો નથી, પરંતુ નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રીનો વ્યાપ અનેક વસ્તુઓ સુધી ફેલાયેલો હોવાનું કાર્યવાહી દરમિયાન સામે આવ્યું છે.

તહેવારોમાં ઘીનો ઉપયોગ નાસ્તાથી લઈને પરંપરાગત મીઠાઈઓ સુધી અનેક વાનગીઓમાં થાય છે. રક્ષાબંધન અને ત્યાર બાદ આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાતી પરિવારો મીઠાઈ અને ફરસાણ માટે સામગ્રીનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરે છે. ઘી મીઠાઈ, માવાની વાનગીઓ અને અન્ય પરંપરાગત તૈયારીઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ફાફડા અને સમોસા જેવાં ફરસાણ તેલમાં તળાય છે, જ્યારે પનીર પણ હવે તહેવારોની વાનગીઓનો નિયમિત હિસ્સો બની ગયું છે. તેથી ભેળસેળનો મુદ્દો માત્ર ઘી પૂરતો સીમિત નથી.

એએમસીના આંકડા મુજબ શહેરમાંથી આશરે ૬,૦૦૦ કિલો ભેળસેળયુક્ત રિફાઈન્ડ લોટ અને ખાંડ જપ્ત કરવામાં આવી છે. મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં લેવાતો આશરે ૭૦૦ કિલો માવો પણ જપ્ત થયો છે. આ ઉપરાંત ૫૦૦ કિલો ભેળસેળયુક્ત કપાસિયા તેલ ઝડપાયું છે. ગુજરાતી ભોજનમાં તળેલા નાસ્તાનું વિશેષ મહત્ત્વ હોવાથી કપાસિયા તેલમાં ભેળસેળનો આ આંકડો પણ િંચતાજનક છે.

પનીરમાં પણ ભેળસેળ અને નકલી ઉત્પાદૃનનો મોટો ખુલાસો થયો છે. શહેરમાંથી આશરે બે ટન નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું છે. તેમાં કાંકરિયા નજીક એક જ સ્થળેથી ૪૫૦ કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી ખરીદતી વખતે ગ્રાહકોએ પણ સાવચેતી રાખવાની જ‚ર છે.

ગુજરાતી થાળીમાં લગભગ દરેક વાનગી સાથે જોડાયેલા મસાલા પણ આ કાર્યવાહીથી બચ્યા નથી. એએમસીના અધિકારીઓએ આશરે ૨.૫ ટન મિશ્રિત અને ભેળસેળયુક્ત મસાલા જપ્ત કર્યા છે. આમ, ઘીથી લઈને માવો, પનીર, તેલ, લોટ, ખાંડ અને મસાલા સુધીની વિવિધ ખાદ્યસામગ્રીમાં ભેળસેળ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

એએમસીના હેલ્થ ઓફિસર તેજસ શાહે જણાવ્યું છે કે નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રી સામેની કાર્યવાહી છેલ્લા એક વર્ષ દરમિયાન વધુ તેજ કરવામાં આવી છે. બાતમી મળી હોય તેવા દરેક સ્થળે દરોડા પાડવામાં આવી રહૃાા છે અને નકલી તથા ભેળસેળયુક્ત ખાદ્યચીજોના વેપારમાં સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.