ગોધરામાં રાયોટિંગ કેસમાં વોન્ટેડ ૪ આરોપીઓ ઝડપાયા

ગોધરામાં થયેલા રાયોટિંગના ગુનામાં વોન્ટેડ ચાર આરોપીઓને પંચમહાલ એસ.ઓ.જી.એ ગોધરામાંથી ઝડપી પાડ્યા છે.

પંચમહાલ એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા ચોકકસ બાતમી મળી હતી કે, ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે ગત વર્ષે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો જેમાં ગોધરા શહેરનો અશરફ શોકત મલા(રહે.ઉસ્માની મસ્જિદ પાસે, લીંબા તળાવ, ગોધરા), મોહસીન તૈયબ ચરખા(રહે.મોહંમદી મહોલ્લા, ગોધરા), હુસૈન ઉર્ફે લવારી બિલાલ કલંદર(રહે.ભુખરી પ્લોટ, ગોધરા), અને સફવાન ઉર્ફે મગડો બિલાલ કલંદર(રહે.ભુખરી પ્લોટ, ગોધરા)સંડોવાયેલા છે અને તેઓ પોલીસથી નાસતા ફરતા રહ્યા છે. જેમાં પોલીસે અશરફ શોકત મલાને સીમલા રોડ, ગરનાળા પાસેથી ઝડપી પાડ્યો હતો. જયારે મોહસીન તૈયબ ચરખાને પોલન બજાર, ઉર્દુ સ્કુલની પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જયારે હુસેન ઉર્ફે લવારી બિલાલ કલંદર અને સફવાન ઉર્ફે મગડો બિલાલ કલંદરને તેઓના રહેણાંક ધરેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા.