ચૂરુ, રાજસ્થાનના ચુરુ જિલ્લામાંથી ફરી એક વાર પ્રેમ પ્રસંગનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાનું દિલ પોતાની સહેલીના ભાઈ પર આવી ગયું. પતિથી પરેશાન થયેલી આ મહિલાએ ફરી તમામ બંધન તોડીને પતિથી દૂર જતી રહી અને પ્રેમીની પાસે પહોંચી ગઈ. પરિજનોને જ્યારે તેની ખબર પડી તો તેમને ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો. તેમણે પ્રેમીનો ધમકાવ્યો હતો. તેને ડરાવીને આ પ્રેમી કપલને પોલીસ પાસે લઈ ગયા હતા. આ કપલને ચૂરુ પોલીસ અધીક્ષકની સામે હાજર થઈને પોતાની સુરક્ષાની માગ કરી છે.
જાણકારી અનુસાર, પ્રેમ પ્રસંગ અને લિવ ઈન રિલેશનશિપનો આ કિસ્સો ચૂરુના સહઝૂસર ગામમાંથી સામે આવ્યો છે. પોતાના પ્રેમીની સાથે એસપી ઓફિસ પહોંચી ૨૨ વર્ષીય મોનિકાએ જણાવ્યું કે, તે પોતાની મરજીથી કોઈ પણ દબાણ વગર દૂધવાખારા ગામના રહેવાસી ૨૨ વર્ષીય કુલદીપ સાથે રહેવા આવી ગઈ હતી. તેણે જણાવ્યું કે, તે જ્યારે ૧૫ વર્ષની હતી, ત્યારે તેના પરિવારે બળજબરીપૂર્વક સાટા પ્રથામાં તેની ફુઈના દીકરાના લગ્નના બદલામાં ચલકોઈ ગામના એક શખ્સ સાથે તેના લગ્ન કરાવી દીધા.
મોનિકાએ જણાવ્યું કે, તેનો પતિ અને દિયર દારુ પીને તેની સાથે મારપીટ કરતો હતો. તેની દેરાણી અને સાસુ પણ દહેજની માગને લઈને પ્રતાડિત કરતી હતી. લગભગ ૫ મહિના પહેલા તેનો દિયર અને દેરાણીએ તેને જાનથી મારી નાખવા માટે કરંટ લગાવાની કોશિશ કરી હતી. પણ જેવું તેને કરંટ લગાવ્યો તો, વીજળી જતી રહી. બાદમાં દિયરે તેને ગરમ ચિપાયાથી ડામ આપ્યા. પતિ પણ દારુના નશામાં તેની સાથે મારપીટ કરતો હતો.
૫ મહિના પહેલા મોનિકા પોતાના પિયરમાં આવી ગઈ. મોનિકાએ જણાવ્યું કે, આ દરમ્યાન તેની મુલાકાત એક બહેનપણીના ભાઈ કુલદીપ સાથે થઈ. લગભગ ૬ મહિના પહેલા કુલદીપ સાથે તેની ઓળખાણ થઈ. ત્યાર બાદ તેની કુલદીપ સાથે મોબાઈલ પર વાત થવા લાગી. લગભગ ૪ મહિના પહેલા તેણે પોતાના પરિવારવાળા સાથે કુલદીપ વિશે જણાવ્યું હતું. પણ પિયર પક્ષના લોકો નારાજ થઈ ગયા અને તેને સાસરિયે મોકલવાની વાત કહી.
પિયર પક્ષના લોકોએ ધમકી આપી હતી કે કાં તો તેને મારી નાખીશું અથવા ખુદ મરી જશે. તેના પર ૨૧ જુલાઈ ૨૦૨૩ના રોજ તેણે પોતાનું પિયર છોડી દીધું અને કુલદીપ પાસે દૂધવાખારા ગામમાં આવી ગઈ હતી. હવે તે દૂધવાખારા કુલદીપ સાથે લિવ ઈન રિલેશનમાં રહે છે. મોનિકાનું કહેવું છે કે, હવે પરિવાર બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. એટલા માટે બંનેએ સુરક્ષા માટે પોલીસ પાસે અરજી કરી છે.