બોડેલી તાલુકાના ચાપરગોટાના એક ખેડુત રોજિંદા કામ અર્થે પોતાના ચાપરગોટા વસાહત તેજાવાવ વગના ખેતરમાં ગયા હતા. ત્યારે ખેતરમાં દિપડો જોવા મળતા તેઓ ધરે પરત દોડી ગયા હતા. તો જબુગામ નજીકની સીમમાં પણ દિપડો જોવા મળ્યો હતો. દિપડાએ ત્રણ કુતરાનુ મારણ પણ કર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
ખેડુતોના જણાવયા મુજબ ચાપરગોટા-તેજાવાવની સીમમાં દિપડો માત્ર રાત્રે જ નહિ પરંતુ દિવસે પણ ખુલ્લેઆમ આંટા ફેરા કરતો હોવાનુ સામે આવ્યુ છે. ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે, ચાપરગોટા વસાહત વિસ્તારમાં ત્રણ જેટલા કુતરાઓને મોતને ધાટ ઉતારી દિપડાએ મારણ કર્યુ હતુ. આ અંગે વન વિભાગને ચાપરગોટાના સરપંચ મિથુનભાઈ રાઠવા દ્વારા લેખિતમાં જાણ પણ કરાઈ હતી. આથી વન વિભાગ દ્વારા દિપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા છે. દિપડાના ભયને કારણે ખેડુતોની ઉંઘ હરામ થઈ છે. રાત્રિના સમયે ખેડુતો ખેતરમાં જતા પણ ભય અનુભવે છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી પંથકમાં પેટ્રોલિંગ વધારવા અને દિપડાની હિલચાલ પર નજર રાખવા માંગ કરી છે.