બોડેલી તાલુકાના પચ્ચીસગામ અને ચાચકમાં શ્રાવણીયો જુગાર રમતા કુલ ૧૧ જુગારીયાઓ સાથે ૩,૩૯,૯૪૦ રૂપિયાનો મુદ્દામાલ બોડેલી પોલીસ અને જીલ્લા એલસીબીએ પકડી પાડ્યો છે.
બોડેલી તાલુકાના પચ્ચીસ ગામે ઢાઢર નદી કિનારે આવેલા એક ફાર્મમાં મોટો જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે જીલ્લા એલસીબી અને બોડેલી પોલીસે છાપો મારતા જુગારીયાઓમાં દોડધામ મચી હતી.
જેમાં સાગર પ્રજાપતિ, જશવંત ચૌહાણ, બંને ઉકાજીનું વાડિયું, વાઘોડિયા રોડ, વડોદરા, કલ્પેશ બારીયા રહે. સંખેડા, ભગવાનદાસ સેવાની રહે. તરસાલી, વડોદરા, જીજ્ઞેશ પટેલ રહે. ટીંબી પટેલ ફળિયું, વાઘોડિયા, પ્રફુલ પટેલની અટક કરી. તેઓ પાસેથી રોકડ અને સાત મોબાઇલ મળી કુલ રૂપિયા ૩,૨૭,૭૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એક આરોપી ફરાર થઈ ગયો હતો.
ચાચકમાં પાણીની ટાંકી નીચે જાહેરમાં પત્તાપાનાનો જુગાર રમતા ચાર આરોપીઓ લોકેન્દ્ર પરિહાર રહે. શિવાજીનગર, બોડેલી, ક્રિશના તડવી રહે. ચાચક, અનિલ આવાસિયા રહે. અલીપુરા, અર્જૂન રાઠવા રહે. અગ્રવાલ કોમ્પ્લેક્સ, બોડેલીની બોડેલી પોલીસે અટક કરી કુલ રૂપિયા ૧૨,૨૦૦ની રકમ જપ્ત કરી હતી.