કાલોલ તાલુકાના દેલોલ ગામે બેંક ઓફ બરોડામાં રૂ.૧.૬૦ લાખ જમા કરવા આવેલ ફરિયાદીના કાપડની થેલી કાપી રોકડની ચોરી કરી જતાં ફરિયાદ

કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગામે રહેતા ફરિયાદી રોકડા રૂ.૧,૬૦,૦૦૦/- એક કાપડની થેલીમાં મુકેલા હતા. દેલોલ ગામની બેંક ઓફ બરોડા શાખામાં જમા કરાવવા માટે લાઈનમાં ઉભા હતા. ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમે ધારદાર હથિયાર વડે થેલી કાપી રોકડા રૂ.૧.૬૦ લાખની ચોરી કરી જતાં કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

કાલોલ તાલુકાના ઝાંખુરીપુરા ગામે માતાવાળા ફળીયામાં રહેતા જયદિપસિંહ બળવંતસિંહ રાઠોડ તા.૩૦/૦૭/૨૦૨૬ના રોજ દેલોલ ગામની બેંક ઓફ બરોડામાં કાપડની થેલીમાં રોકડા રૂ.૧,૬૦,૦૦૦/- ભરવા આવ્યા હતા અને ફરિયાદી લાઈનમાં ઉભા હતા. ત્યારે કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરિયાદીની નજર ચુકવી કાપડની થેલી કોઈ ધારદાર હથિયાર વડે કાપી થેલીમાં રાખેલ રૂ.૧,૬૦,૦૦૦/-રોકડની ચોરી કરી ગુનો કરેલ હોય આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.