ગોધરા તાલુકના આંગળીયા ગામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જાહેરમાં પાના-પત્તાનો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે તાલુકા પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ૧૩ જુગારીયાને રોકડ રૂ.૫૨,૧૦૦/-, મોબાઈલ ફોન મળી કુલ રૂ.૮૭,૧૦૦/-ના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.
ગોધરા તાલુકાના આંગળીયા ગામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે તાલુકા પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જયંતિભાઈ ગોપાલભાઈ ભીલ, પર્વતભાઈ સુખાભાઈ રાઠવા, નરેશભાઈ વસંતભાઈ માવી, મનહરસિંહ ભારતસિંહ બારીયા, ઈમરાન સિદ્દીક મામજી, ઈન્દ્રવદન શાંતિલાલ સોની, મુકેશભાઈ જીવાભાઈ ગોસાઈ, વિમલ ભાનુભાઈ બારીયા, અભેસીંગ ભીમસીંગભાઈ બારીયા, ઉમેશભાઈ રમેશભાઈ સંગાડા, આફતાબ ઓનખલી બાલુવાલા, બાકીર યુસુફ કરીમી, અતુલભાઈ ભગાભાઈ લુહારને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા જુગારીયાઓની અંગઝડતી માંથી રૂ.૪૪,૭૦૦/- દાવ ઉપર મુકેલા રૂ.૭,૪૦૦/-, મોબાઈલ ફોન નંગ-૧૦ કિંમત રૂ.૩૫,૦૦૦/- મળી કુલ રૂ.૮૭,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.