મહિસાગર જિલ્લામાં પ્રથમ શંકાસ્પદ ચાંદીપુરમથી આકલીયા ગામની બાળકીનુ મોત

સમગ્ર ગુજરાતમાં દિનપ્રતિદિન ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે હવે આ જીવલેણ વાયરસે મહિસાગર જિલ્લામાં પણ દસ્તક દીધી છે.

જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ અત્યંત દુ:ખદ સાબિત થયો છે. જેમાં કડાણા તાલુકાના આકલીયા ગામની ૭ વર્ષિય માસુમ બાળકીનુ વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત નીપજયું છે. આ ધટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. અને વાલીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. આકલીયા ગામની ૭ વર્ષિૈય હિરલબેન ડામોર શાળાએથી આવ્યા બાદ ધરમાં રમી રહી હતી. ત્યારે તેની તબિયત લથડતા ઉલ્ટી અને ખેંચ આવવા લાગી હતી. બાળકીની દાદી અને પરિવારજનો તેને તાત્કાલિક લુણાવાડા ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં ટુંકી સારવાર બાદ તેનુ મોત નીપજયું હતુ. માસુમ બાળકીના અવસાન બાદ મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા આકલીયા ગામ અને આસપાસના વિસ્તારોમાં મેડિકલ ટીમો ઉતારી દેવામાં આવી છે. આરોગ્ય કર્મીઓ દ્વારા ધરે ધરે ફરીની બાળકોની સઘન તપાસ, ફોગિંગ અને જંતુનાશક દવાઓ છાંટવાની કામગીરી તેજ કરાઈ છે. વાયરસના સંભવિત સ્ત્રોતને શોધવા ૫શુધનની પણ ચકાસણી હાથ ધરાઈ છે. અને વાલીઓને કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત જ સરકારી હોસ્૫િટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.