રોડ પર સિગ્નલ લાઈટ ચાલુ કર્યા વિના ઉભેલ ટ્રકના પાછળના ભાગે તુફાન ગાડી ધડાકાભેર અથડાઈ.
ત્રણ મહિલા સહિત ૬ ને ગંભીર ઈજાઓ: ઈજાગ્રસ્તોને સારવાર માટે લીમખેડા સરકારી દવાખાને ખસેડાયા.
લીમખેડાના ઉસરા ગામે સિગ્નલ લાઈટ ચાલુ કર્યા વિના રોડ પર ઉભેલ ટ્રકના પાછળના ભાગે પેસેન્જર ભરેલી તુફાન ગાડી ધડાકાભેર અથડાતાં સાયેલા માર્ગ અકસ્માતમાં તુફાન ગાડીમાં બેઠેલ ત્રણ મહિલા સહિત કુલ છ જણાને ગંભીર ઈજાઓ થતાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા છે.
પ્રાપ્ત અનુસાર રાજસ્થાન પશ્ચિત્રની ૦૩૯૭નંબરની ટૂંક ગત તારીખ ૦૭-૦૮-૨૦૨૯ના રાત્રિના સમયે લીમખેડાના ઉસરા ગામે બગડી હોવાથી તે ટ્રકમાં ચાલકે પોતાના કબજાની બગડેલ ટ્રકને આગળ પાછળના સિગ્નલના લાઈટ ચાલુ નહીં રાખી ટ્રકને હાઇવે રોડ પર રોડની સાઈડની સફેદ લાઈનના પટ્ટા પાસે રાત્રિના અંધકારમાં કોઈ પણ જાતનું સિગ્નલ નહીં મૂકી ટ્રક ઉભી રાખી હતી. તે દરમિયાન વહેલી પરોઢના સાડા ચાર વાગ્યાના સુમારે પાછળથી આવતી પેસેન્જર ભરેલ તુફાન ગાડીના ચાલકને રોડ પર ઉભી રાખેલ બગડેલ ટ્રક ન દેખાતા તેના કબજાની તુફાન ગાડી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા સર્જાયેલા માર્ગ અકસ્માત મા ગાડીમાં મધ્ય પ્રદેશના ધાર જીલ્લાના સંજય બાપુ મુવેલને ડાબા હાથે ખભાના ભાગે ગૈબી ઈજા થવા પામી હતી જમનાને માથામાં ઈજા થઈ હતી. શિવાન્યાને જમણા હાથે ફેક્ચર તથા શરીરે ઓછી વધતી ઇજાઓ થઈ હતી ભાઈ ને ડાબા હાથે તેમજ ડાબા પગે ફેકચર તથા માથામાં ઈજા થવા પામી હતી. ભવનભાઈને માથામાં બીજા તથા ડાબા પગે ફેક્ચર થવા પામ્યું હતું તેમજ વિજયભાઈ ને બંને પર્ગે ફેકચર થવા પામ્યું હતું તેમજ છાતીમાં ઈજા થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો વહેલી પરોઢે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઉપરોક્ત તમામ ઈજાગ્રસ્તોને લીમખેડા સરકારી દવાખાને સારવાર અર્થે મારફતે હતા.
આ સંબંધે બ્રદેશજશુબાટી ગામના ઈજાગ્રસ્ત એ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે આ મામલે કોઈપણ જાતના સિગ્નલ લાઈટ ચાલુ કર્યા વિના અંધારામાં ટ્રક ઉભી રાખનાર ટુક ચાલક વિદ્ધ માર્ગ અકસ્માત નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.