ટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું મોત: અન્ય બેને ઈજાઓ મોટર સાયકલ.
લીમખેડાના મંગલ મહુડી ગામે હાઈવે રોડ, રેલવે બ્રિજ પર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે દોડી આવતા ટ્રેલરે આગળ જતી મોટરસાયકલને પાછળથી જોશભેર ટક્કર મારતા સર્જાયેલા ગમકવાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર ચાલક સહિત ત્રણ જણાને નાની મોટી ગંભીર ઇજાઓ થતાં, તે ત્રણેને સારવાર માટે લીમખેડા સરકારી હોસ્પિટલ માં ખસેડાતા, જ્યાં સારવાર દરમિયાન ત્રણ પૈકી એકનું મોત નીપજયું હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર એક ટ્રેલર ચાલક તેના કબજાનું આરજે ૦૬ જીડી-૩૪૦૫ નંબરનું ટ્રેલર પરમ દિવસ તારીખ ૦૯-૦૮-૨૦૨૬ ના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી લીમખેડાના મંગલ મહુડી ગામે ગોધરાથી દાહોદ તરફ જતા હાઈવે રોડ, રેલવે બ્રિજ પર આગળ જતી જીજે.૨૦.એજે.૩૨૫૮ નંબરની મોટરસાયકલને પાછળથી જોશભેર ટ્રેક્ટર મારતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર ગરબાડા તાલુકાના માતવા ગામના પટેલ ફળિયામાં રહેતા આશિષકુમાર નવલસિંહ પલાસ, લલીતભાઈ સિંગાભાઈ મેડા તથા કંબોઈ ગામના વિશાલભાઈ પરમાર મોટરસાયકલ પરથી ફંગોળાઈને રોડ પર જોશભેર પટકાતાં લલીતભાઈ સિંગાભાઈ! મેડાને જમણા હાથે ખભાના ભાગે ફેક્ચર તથા શરીરે નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. વિશાલભાઈ પરમારને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતા તથા આશિષકુમાર નવલસિંહ પલાસને માથામાં તથા શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ તેમજ ડાબા પગે ફેક્ચર થવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા જ લીમખેડા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ૧૦૮ બોલાવી ૧૦૮ મારફતે ઉપરોક્ત ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન માતવા ગામના પટેલ ફળિયામાં રહેતા ર૦ વર્ષીય આશિષકુમાર નવલસિંહ પલાસનું મોત નીપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ ટ્રેલરનો ચાલક પોતાના કબજાનું ટ્રેલર સ્થળ પર મૂકી નાસી ગયો હતો. જે ટ્રેલર લીમખેડા પોલીસે કબજે લીધું હતું.
આ સંબંધે માતવા ગામના પટેલ ફળિયામાં રહેતાં બાદર ભાઈ સનુભાઈ પલાસે લીમખેડા પોલીસ સ્ટેશનમાં ટ્રેલરના ચાલક વિદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ટ્રેલરના ચાલકની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.