ગોધરામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડતા ખેડુતોમા: આનંદ

શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોને આ વરસાદથી રાહત મળી છે. ખાસ કરીને સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

જોકે, ખેડૂતો હજુ પણ સારો અને પૂરતો વરસાદ થાય તેવી આશા રાખી રહ્યા છે. ખેતી માટે સમયસર અને પૂરતો વરસાદ થાય તે જ‚રી છે, તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

લાંબા વિરામ બાદ વરસેલા આ વરસાદથી શહેરી વાતાવરણ ખુશનુમા બન્યું છે. આ વરસાદથી ખેતીને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.