નસવાડી તાલુકામાં ૧૪ ગ્રામ પંચાયત ધરોનુ બાંધકામ ચાર વર્ષથી અધુરૂ

નસવાડી તાલુકામાં ૧૪ પંચાયતોના ધરોની કામગીરી ચાર વર્ષે પણ અધુરી છે. મનરેગા યોજના હેઠળ બિલોની ચુકવણી થઈ ચુકી છે. ખર્ચ કરેલા ૫૦ લાખ પાણીમાં ગયા છે. જો તપાસ થાય તો ગેરરિતી-કોૈભાંડ બહાર આવે તેવી શકયતા છે.

નસવાડી તાલુકામાં મનરેગા યોજના હેઠળ બનાવવામાં આવી રહેલા પંચાયત ધરોની કામગીરીને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. અગાઉના સમયમાં જવાબદાર અધિકારીઓએ કચેરીમાં બેસીને પંચાયત ધરોની કામગીરી પુરી થયા વિના જ મટીરીયલના નામે બિલોની ચુકવણી કરી દીધી હોવાના આક્ષેપો પણ કરાયા છે. એક બાજુ કામગીરી અધુરી છે અને બીજી તરફ હવે આ ફાઈલો ઝડપી બંધ કરવા માટેની તૈયારી ચાલી રહી છે. ત્યારે લોકોમાં માંગ ઉઠી છે કે, ફાઈલો બંધ કરતા પહેલા કામના સ્થળથી તપાસ કરવામાં આવે. જુના સરપંચો કામ છોડીને જતા રહ્યા હોવાનો આક્ષેપ નવા સરપંચે કર્યો છે. જોકે હવે તેની પણ મુદ્દત પુરી થવાની તૈયારીમાં છે. પરંતુ હજુ સુધી પંચાયત ધરોની કામગીરી પુર્ણ થઈ નથી.