દાહોદના જાલત ગામે ખાતર લેવા નીકળેલ પિતા-પુત્રનુ વાહનની ટકકરે મોત

જાલત ગામે અમદાવાદ-ઈન્દોૈર નેશનલ હાઈવે રોડ પર અજાણ્યા વાહનચાલકે વાહન પુરઝડપે ચલાવી બાઈક સવાર પિતા-પુત્રને અડફેેટે લેતા બંનેના મોત નીપજયાં છે.

જાલતના રત્નાભાઈ રામસંગભાઈ માવી(ઉ.વ.૫૮)અને તેમના ૫ુત્ર કમલેશભાઈ રત્નાભાઈ માવી(ઉ.વ.૩૨)પોતાની બાઈક લઈને ખાતર લેવા નીકળ્યા હતા. તે વખતે બપોરના સમયે હાઈવે પરથી પસાર થતાં સમયે જાલત ગામે આવેલ નાયરા પેટ્રોલપંપ સામે કોઈ અજાણ્યા વાહને તેમને જોરદાર ટકકર મારી હતી. આ અકસ્માતમાં પિતા અને પુત્ર બંને રોડ પર પટકાતા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જયાં સારવાર દરમિયાન બંનેનુ મોત નીપજયું હતુ. અકસ્માત સર્જી વાહન ચાલક પોતાનુ વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ મામલે મૃતકની પત્નિ સરસ્વતીબેન માવીએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.