દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની રેલીમાં ડી.જે. વગાડવા બાબતે હિંસક વિવાદ

પોલીસ ઉપર પથ્થર મારો તથા ટીયગેસના સેલ છોડ્યા હાલ સ્થિતિ કાબુમાં.

દાહોદમાં વિશ્ર્વ આદિવાસી દિવસ નિમિતે કાઢવામાં આવેલ રેલી દરમિયાન અચાનક મોટો ઉપદ્રવ અને ઘર્ષણ જોવા મળ્યું હતું. રેલીમાં ડીજે લઈ જઇ વગાડવા બાબતે સર્જાયેલ વિવાદે ઉગ્ર સ્વ‚પ ધારણ કરી લીધું હતું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.

મળેલ વિગત મુજબ આજરોજ દાહોદમાં વિશ્ર્વ આદિવાસી દિવસ ની ઉજવણીના ભાગ‚પે દર વર્ષ ના જેમ આ વર્ષે પણ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ડીજે સિસ્ટમ લઈ જવા ઉપર સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા મનાઈ અથવા રોક લગાવવામાં આવી હતી આ બાબતે રેલીમાં આવેલ કેટલાક યુવાનો અને પોલીસ કર્મી વચ્ચે બોલાચાલી થઈ હતી, જોત જોતામાં ઉગ્ર ઝગડામાં પરિવર્તન થઈ ગઈ હતી .

વિવાદ એટલો વધી ગયો કે, ઉશ્કેરાયેલ તોફાની ટોળાએ કાયદો હાથમાં લઈને પોલીસ કાફલા ઉપર અચાનક પથ્થર મારો શ‚ કરી દીધો હતો આ અચાનક થયેલ હુમલામાં કેટલાક પોલીસ કર્મીને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે સરકારી વાહનો અને પોલીસ કર્મીઓને નિશાન બનાવવામાં આવતા પરિસ્થિતિ ખુબજ વણસી ગઈ હતી

સ્થિતિને વણસી અટકાવવા કાયદો વ્યવસ્થા સ્થિતિ પુન: સ્થાપિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ભારે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. ઉશ્કેરાયેલ બેકાબૂ બનેલા ટોળાને ખસેડવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા.પોલીસની સમય સૂચકતા અને સખત પગલાને કારણે તોફાની તત્વો પીછેહટ કરવા મજબૂર બન્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સરકારી ફરજમાં અડચણ ઉભી કરનાર કાયદો તોડનાર અને પોલીસ ઉપર હુમલો કરનાર ઉપદ્રવી તત્વોની ઓળખ કરી તેમના સામે કાયદેસર ની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે હાલમાં સમગ્ર દાહોદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ અને કાબુમાં છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દુર રહેવા અને શાંતિ રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.