ભાજપના ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અશ્વિની શર્માએ પંજાબ વિધાનસભામાં આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું, “પંજાબ સરકાર તેની બધી નિષ્ફળતાઓ માટે કેન્દ્ર સરકારને દોષ આપે છે. તેઓ એવી સ્થિતિમાં છે કે જા પંજાબમાં છોકરી જન્મે છે, તો તેઓ કેન્દ્ર સરકારને દોષ આપે છે; જા છોકરો જન્મે છે, તો તેઓ અમને જવાબદાર ઠેરવે છે.” અÂશ્વની શર્માના આ નિવેદનથી વિધાનસભામાં ભારે હોબાળો થયો. આમ આદમી પાર્ટીએ મહિલાઓ અંગેની ટિપ્પણીઓ બદલ ભાજપના ધારાસભ્ય પર હુમલો કર્યો અને આરોપો લગાવ્યા. ત્યારબાદ શર્માએ તેમના નિવેદનની સ્પષ્ટતા કરી.
જ્યારે ગૃહ “ધ્યાન ખેંચનારી દરખાસ્તો” પર ચર્ચા કરી રહ્યું હતું, ત્યારે ભાજપના ધારાસભ્ય અશ્વિની શર્માએ કહ્યું, “જા કોઈ છોકરો જન્મે છે, તો તમે કહો છો કે તે તમારી મહેનતનું પરિણામ છે. પરંતુ જ્યારે કોઈ છોકરી જન્મે છે, ત્યારે તમે કહો છો કે તે કેન્દ્ર સરકારની ભૂલ છે.” તેમણે પોતાના ભાષણની શરૂઆત એમ કહીને કરી, “હું આ માફી માંગીને કહી રહ્યો છું.”તેમણે ગૃહમાં કહ્યું, “રાજ્યમાં ગેરકાયદેસર ખાણકામની શું સ્થિતિ છે? અમને કહો કે તમારી યોજના ‘જીસદા ખેત, ઉસદી રીત’ (અર્થાત રેતી તે વ્યક્તિની છે જેની પાસે જમીન છે) ની સ્થિતિ શું છે. જમીનની વાસ્તવિકતા જાણો.
આમ આદમી પાર્ટી ના વરિષ્ઠ નેતાઓ ગેરકાયદેસર ખાણકામ સામે બોલનાર કોઈપણને ચૂપ કરવાની ધમકી આપે છે.”ચોમાસુ સત્રના ચોથા દિવસે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્ય અશ્વની શર્મા દ્વારા મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી પર પંજાબ વિધાનસભા હંગામાથી હચમચી ઉઠી હતી. તેઓ શાસક પક્ષ દ્વારા કેન્દ્ર સરકારે પંજાબને ભંડોળ બંધ કરી દીધું હોવાના આરોપોનો જવાબ આપી રહ્યા હતા.આમ આદમી પાર્ટીએ અશ્વિની શર્માના નિવેદન પર સખત નારાજગી વ્યક્ત કરી અને માફીની માંગ કરી.
અશ્વિનની શર્માએ તેમના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું, “તે એક કહેવત છે. જા સ્પીકરને હજુ પણ તે બિનસંસદીય લાગે છે, તો તેને કાર્યવાહીમાંથી દૂર કરવી જાઈએ.” બાદમાં, અશ્વિની શર્માએ કહ્યું, “હું એક કહેવત ઉદાહરણ તરીકે આપી રહ્યો હતો. જા કોઈની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું. પરંતુ જ્યારે બરનાલામાં મહિલાઓ પર લાઠીચાર્જ થયો ત્યારે આ લોકો ક્યાં હતા?”