કવાંટમાં મચ્છર નિયંત્રણ માટે ગપ્પી માછલી છોડાઈ આરોગ્ય વિભાગ દ્વારા તળાવો અને જળાશયોમાં પોરા ભક્ષક માછલીનો ઉપયોગ.

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકામાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા મેલેરિયા અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ખઝજ, ખઙઇંજ અને ઙજઈ કરજવાટના સ્ટાફ દ્વારા તાલુકાના તળાવો અને બંધિયાર જળાશયોમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ છોડવામાં આવી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના જળાશયોમાં મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ લાવવાનો હતો. ગપ્પી માછલીઓ મચ્છરના લાર્વા ખાઈ જાય છે, જે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવામાં મદદ‚પ થાય છે. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામજનોએ ભાગ લીધો હતો.

અધિકારીઓએ સ્વચ્છતા જાળવવા અને પાણી ભરાઈ ન રહે તે માટે તકેદારી રાખવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન, ગ્રામજનોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જ‚રી માર્ગદર્શન પણ પૂ‚ં પાડવામાં આવ્યું હતું. આ પહેલથી ગામમાં આરોગ્ય સુરક્ષા વધુ મજબૂત બનશે અને ડેન્ગ્યુ, મેલેરિયા તથા ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો સામે રક્ષણ મેળવી શકાશે. ભવિષ્યમાં આવા રોગોના નિયંત્રણમાં પણ આ કાર્યક્રમ મદદ‚પ થશે.