બોડેલી નગરપાલિકાના સફાઈ કામદારોએ તેમની વર્ષો જૂની પડતર માંગણીઓ સંદર્ભે ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યું છે. મુખ્ય માંગણીઓમાં પગાર વધારો અને કાયમી નોકરીનો સમાવેશ થાય છે.
અખિલ સફાઈ કામદાર સંઘના આગેવાનો સાથે કામદારોએ ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખની મુલાકાત લીધી હતી. આ બેઠકમાં કામદારોની સમસ્યાઓ અને લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખે કામદારોની રજૂઆતને ગંભીરતાથી સાંભળી હતી. તેમણે યોગ્ય નિર્ણય લેવા અને માંગણીઓ અંગે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જોકે, કામદારોએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે જો આગામી ૧૫ દિવસમાં તેમની માંગણીઓનો સકારાત્મક ઉકેલ લાવવા માંગ કરી છે
આ મુદ્દે નગરપાલિકા તંત્ર શું નિર્ણય લે છે અને કેટલા સમયમાં ઉકેલ આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ૧૫ દિવસમાં નિર્ણય ન લેવાય તો નગરપાલિકાની દૈનિક કામગીરી પર ગંભીર અસર પડી શકે છે.