પંચમહાલ જીલ્લામાં ગૌરીવ્રતની આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

પંચમહાલ જીલ્લામાં ગૌરીવ્રતની આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. વ્રતના છેલ્લા દિવસે પૂજા-અર્ચના માટે પૌરાણિક મરડેશ્ર્વર મહાદેવ સહિતના અન્ય શિવાલયોમાં શ્રદ્ધાળુઓ અને બાળાઓની ભારે ભીડ જોવા મળી હતી. ‘હર હર મહાદેવ’ના નાદ વચ્ચે ક્ધયાઓએ શિવજીની આરાધના કરી પોતાના વ્રતની શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ કરી હતી.

પંચમહાલ જીલ્લામાં બાળાઓ અને ક્ધયાઓ દ્વારા પાંચ દિવસ સુધી અત્યંત આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ગૌરીવ્રત ની ભક્તિમય માહોલમાં પૂર્ણાહુતિ થઈ હતી. ગૌરીવ્રતના આખરી દિવસે કુમારીકાઓએ પાંચ દિવસ સુધી જતનપૂર્વક પૂજન કરેલા જવારા સાથે શિવાલયોમાં પહોંચી શિવજી અને માતા પાર્વતીજીનું પૂજન-અર્ચન કર્યું હતું. નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ નાના-મોટા શિવાલયોમાં સવારથી જ ક્ધયાઓ અને મહિલા શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી હતી. કુમારીકાઓએ શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક તેમજ બિલિપત્ર અર્પણ કરી ઉત્તમ આરોગ્ય, સુખ-સમૃદ્ધિ અને સંસ્કારી જીવનસાથી માટે ભોલેનાથ પાસે પ્રાર્થના કરી હતી. તાલુકાના પ્રસિદ્ધ અને ઐતિહાસિક ધામ એવા મરડેશ્ર્વર મહાદેવ ખાતે ગૌરીવ્રતના અંતિમ દિવસે સ્થાનિક ભક્તો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ક્ધયાઓને પૂજા-અર્ચનામાં કોઈ અગવડ ન પડે તે માટે પૂજારી નરેન્દ્ર ભાઈ પંડ્યા અને જય પંડ્યા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણનું ખાસ મહત્વ હોઈ, તાલુકાના વિવિધ વિસ્તારો, સોસાયટીઓ અને મંદિરોના પ્રાંગણમાં રાસ-ગરબા તથા ધાર્મિક ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. કુમારીકાઓએ મોડી રાત સુધી ગરબે ઘૂમીને ઉત્સાહપૂર્વક રાત્રિ જાગરણ કર્યું હતું. સમગ્ર તાલુકામાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ગૌરીવ્રતની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી.પૌરાણિક માન્યતા મુજબ ગૌરીવ્રત એ ક્ધયાઓ માટે અત્યંત પવિત્ર વ્રત ગણાય છે. પાંચ દિવસ સુધી એકટાણું કે અલૂણા મીઠા વગરનો ખોરાક ગ્રહણ કરીને ક્ધયાઓ મા ગૌરી અને શિવજીની આરાધના કરે છે. વ્રતના છેલ્લા દિવસે રાત્રિ જાગરણ બાદ બીજા દિવસે વહેલી સવારે જવારાનું પવિત્ર જળાશય કે નદીમાં વિસર્જન કરીને વ્રતના પારણાં કર્યા હતા.