
વડોદરાની ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું મતદાન હોબાળો થયો છે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતદાન દરમિયાન વધુ એક વખત મારામારીની ઘટના સામે આવી છે. મતદાન મથક નજીક ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામે-સામે આવી જતાં મારામારીની ઘટના બની છે. મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. સમગ્ર મારામારીનો વીડિયો પણ સામે આવ્યા છે.
આ વચ્ચે ચોંકાવનારી વાત એ છે કે, આ ઘટના માંજલપુર પોલીસ સ્ટેશનની બરાબર બહાર જ મારામારી થઈ હતી. પોલીસની હાજરીમાં મારામારી થઈ છતાં પોલીસ મુકદર્શક બનીને જાતી રહી હતી. ત્યારે આ ઘટનાને લઈ પોલીસની કામગીરીને સવાલો ઉઠ્યા છે. વડોદરા ભાજપ યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈએ યુવકને માર્યો માર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના વીડિયો સામે આવ્યા છે. વારંવાર મારામારી અને આચારસંહિતના ભંગને લઈ ચૂંટણી પંચ પર પણ સવાલો ઉઠ્યા છે.
કાળી તલાવડી વિસ્તારમાં થયેલી મારામારી બાદ એક પરિવાર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો, પરંતુ ત્યાં પણ ભાજપ યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈ અને અન્ય નેતાઓ દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો વાયરલ થયો છે. પોલીસની હાજરી હોવા છતાં અસામાજિક તત્વો અને નેતાઓ બેફામ બન્યા હતા અને પોલીસે માત્ર મૂકદર્શક બનીને તમોશા જાવો પડ્યો હતો.
આ ઉપરાંત, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પરિવારને ઘરમાં ઘૂસીને માર મારવામાં આવ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ચૂંટણી આચારસંહિતાના ખુલ્લેઆમ ભંગ અને પોલીસ સ્ટેશન જેવા સંવેદનશીલ સ્થળે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા ચૂંટણી પંચની કામગીરી અને પોલીસ પ્રશાસન સામે અનેક સવાલો ઉભા થયા છે. વારંવાર બનતી આવી ઘટનાઓ લોકશાહીના પવિત્ર પર્વ પર મોટો ડાઘ સમાન છે, ત્યારે અનેક સવાલો ઉઠ્યા છે.