
અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો હતો. રતનબા કેનાલ પાસે એએમસીની દબાણ શાખાની ટીમ અને સ્થાનિક લારી ધારકો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ હતી.મળતી માહિતી મુજબ, છસ્ઝ્રની ટીમ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી માટે પહોંચી હતી.
આ દરમિયાન લારી ધારકો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો વધુ ગરમાયો હતો.લારી ધારકોનો આક્ષેપ છે કે, દબાણ શાખાના એક કર્મચારી દ્વારા એક લારી ધારક સાથે મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા લારી ધારકોએ છસ્ઝ્રની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વિરોધ દરમિયાન કેટલાક લારી ધારકોએ પોતાની લારીઓમાં રહેલા શાકભાજી રસ્તા પર ફેંકી દીધા હતા. આ રીતે તેમણે છસ્ઝ્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. લારી ધારકોએ સ્થળ પર ભારે સૂત્રોચ્ચાર અને નારાબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો.પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે લારી ધારકોએ પોલીસને જાણ કરી હતી. તેમણે એએમસી દબાણ શાખાના કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. હાલ સમગ્ર મામલે બંને પક્ષોની રજૂઆત અને ઘટનાની વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્થાનિક લારી ધારકોનું કહેવું છે કે, તેઓ રોજગાર માટે લારીઓ ચલાવે છે અને અચાનક કાર્યવાહીથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.બીજી તરફ, એએમસી દ્વારા શહેરમાં જાહેર રસ્તાઓ અને જગ્યાઓ પરથી દબાણ દૂર કરવાની કામગીરી સમયાંતરે કરવામાં આવે છે.