દાહોદ જીલ્લામાં કાળોતરો કરડવાના બનેલા બે બનાવો ૫૫ વર્ષીય વૃદ્ધ સહિત બે જણાના અકાળે મૃત્યુ.

વીતેલા ૨૪ કલાક દરમિયાન દાહોદ જીલ્લામાં જુદી જુદી બે જગ્યાએ સર્પ દંશના બનેલા બે બનાવોમાં ૫૫ વર્ષીય વૃદ્ધ તેમજ ૩૧ વર્ષીય મહિલા સહિત બે જણાના આ કાળે મૃત્યુ નીપજ્યા નું સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જીલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલા સર્પદંશના બે બનાવો પૈકીનો એક બનાવ દાહોદ જીલ્લાના ગોવિંદ ગુ‚ લીમડી તાલુકાના સીમલખેડી ગામે નિશાળ ફળિયામાં સવારમાં સાડા સાત વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં સીમલખેડી ગામના નિશાળ ફળિયામાં રહેતા ૫૫ વર્ષીય મનજીભાઈ દેવલાભાઈ માલીવાડ પોતાના ઘરની નજીકમાં આવેલ ઈલેક્ટ્રીક લાઈટના થાંભલા નીચે સાફ-સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન થાંભલાના અર્થિગના તારને અડી જતા અકસ્માતે સખત વીજ કરંટ લાગતા તેમનું સ્થળ પર જ મોત નીપજયું હતું. આ સંબંધે મરણ જનાર મનજીભાઈ માલીવાડના નાનાભાઈ નરર્સિંગભાઈ દેવલાભાઈ માલીવાડે લીમડી પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા લીમડી પોલીસે આ મામલે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે. જીલ્લામાં સર્પદંશનો બીજો બનાવ ગરબાડા તાલુકાના માતવા ગામે ડામોર ફળિયામાં બપોરના બાર વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં માતવા ગામના ડામોર ફળિયામાં રહેતા ૩૧ વર્ષીય સુરેખાબેન શૈલેષભાઈ બચુભાઈ માવી પોતાના ઘરે કામ કરી રહ્યા હતા, તે દરમિયાન ઘરમાં નીકળેલ કાળોતરો સુરેખાબેનના જમણા પગે કરડી જતા કાળોતરાનું કાતિલ ઝેર સુરખાબેનના આખા શરીરમાં પ્રસરી જતા તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે તે પહેલા જ તેનું પોતાના ઘરે જ મૃત્યુ નીપજ્યું હતું. આ સંબંધે મરણ જનાર સુરેખાબેન માવીના પતિ શૈલેષભાઈ બચુભાઈ માવીએ જેસાવાડા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા જેસાવાડા પોલીસે આ મામલે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.