જામનગર શહેરની શિવનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે ડુક્કરનું કતલખાનુ ચાલી રહ્યું હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી કતલખાનામાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે સ્થળ પરથી માંસના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી બોલેરો ગાડી પણ જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં વાહનનો ઉપયોગ ગેરકાયદે માંસના વેપાર માટે થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. હવે વાહનના ઉપયોગ અને તેની માલિકી અંગે પણ તપાસ ચાલી રહી છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં સતત ચીસો, દુર્ગંધ અને ગંદકીને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ અંગે અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી. ફરિયાદોના આધારે પોલીસે કાર્યવાહી કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર ગેરકાયદે કતલ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કતલખાનું ચલાવવા માટે જરૂરી પરવાનગી હતી કે નહીં, તેમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં અને માંસનો પુરવઠો ક્્યાં વેચવામાં આવતો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.