દે.બારીઆ અમદાવાદ-ઈન્દોૈર નેશનલ હાઈવેના બાંધકામ માટે ખેડુતોને વળતર ચુકવવા માંગ

દે.બારીઆ તાલુકામાંથી પસાર થતો અમદાવાદ-ઈન્દોૈર નેશનલ હાઈવે રોડના બાંધકામ થયેલ હોય ખેડુતોને જમીનનુ વળતર ઓછુ મળતા ખેડુતોએ દાહોદ સાંસદને આવેદનપત્ર આપ્યુ હતુ.

તાલુકામાંથી ઈન્દોૈર-અમદાવાદ નેશનલ હાઈવે રોડ પસાર થાય છે. જે રોડ કામગીરી સં5ાદનમાં પીપલોદ, પંચેલા, ભથવાડા, અસાયડી તથા સાલીયા ગામના ખેડુતોને જમીન વર્ષ-2009થી 2013ના ગાળામાં સંપાદિત કરેલ હતી. પરંતુ ખેડુતોને જમીનની બજાર કિંમત મુજબની વળતર રકમ ચુકવેલ નથી. જેથી તમામ ગામના ખેડુતોએ વકીલ મારફતે જમીનની બજાર કિંમત મેળવવા માટે જમીન સંપાદન અધિકારી સમક્ષ અને 2009 થી 2013ના અરસામાં અરજીઓ કરીહતી. જે અરજી ન્યાયિક નિકાલ માટે કલેકટર દાહોદને મોકલવી હતી. પરંતુ તેઓ દ્વારા સને-2025ના વર્ષ સુધી કોઈ ખેડુતની અરજી સબબ કોઈ કાર્યવાહી ન કરાતા ખેડુતોને કલેકટર તરફથી તા.9/12/25ના રોજ વકીલ સાથે હાજર રહેવા માટે તારીખ અપાઈ હતી. અસરગ્રસ્ત ખેડુતોને વળતર મળી રહે તે માટે દાહોદના સાંસદ જશવંત ભાભોરને ખેડુતોએ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.