
ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીઓના નામ જાહેર કર્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાયક્ષ વિજયંત પાંડાને આસામ વિધાનસભા ચૂંટણી માટે આ જવાબદારી સોંપવામાં આવી છે.
પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, રાષ્ટ્રીય અયક્ષ જેપી નડ્ડાએ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીની નિમણૂક કરી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પાર્ટીએ આસામ વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય ઉપાયક્ષ વિજયંત પાંડાને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુનીલ કુમાર શર્મા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના બેન જરદોશને ચૂંટણી સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપે બિહાર સરકારમાં કેબિનેટ મંત્રી નીતિન નવીનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરીને બધાને આશ્ર્ચર્યચક્તિ કર્યા હતા. ભવિષ્યમાં, તેઓ જે.પી. નડ્ડાને પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે બદલી શકે છે. આને શાસક પક્ષમાં પેઢીગત પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. નીતિન નવીન (૪૫) સ્વર્ગસ્થ નવીન કિશોર પ્રસાદ સિંહાના પુત્ર છે – એક વરિષ્ઠ ભાજપના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય. તેમને ગતિશીલ, વૈચારિક રીતે મજબૂત અને સંગઠન પ્રત્યે ખૂબ સમપત નેતા માનવામાં આવે છે. પાંચ વખત ધારાસભ્ય બનેલા નીતિન નવીન બિહારના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ અગાઉ બિહાર સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. પંકજ ચૌધરીએ રવિવારે ઉત્તર પ્રદેશમાં પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી.