ધાનપુરના ખોખરા ગામે વીજ થાંભલા રોપી વીજ લાઈન ખેંચવા મામલે ત્રણ મહિલા સહિત 8 વ્યકિત એક વ્યકિતને મારમારતાં ફરિયાદ

દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ખોખરા ગામે વીજ થાંભલા રોપી વીજ લાઈન ખેંચવાના મામલે ખોખરા ગામના ત્રણ મહિલા સહિત આઠ જણાએ ભેગા મળી એક ઈસમને બોચીમાંથી પકડી નીચે પાડી દઈ ગડદાપાટુનો મારમારી નાસી ગયાનું જાણવા મળ્યું છે.

ખોખરા ગામના બારણ ફળિયામાં રહેતા ચામઠા પરિવારના મુકેશભાઈ મોહનભાઈ, મોહનભાઈ છગનભાઈ, દિલીપભાઈ મોહનભાઈ, નરેશભાઈ રાજુભાઈ, બચુભાઈ સાંકળાભાઈ વિણાબેન નરેશભાઈ, તેજલબેન દિલીપભાઈ તથા રમીલાબેન મોહનભાઈ વગેરેએ એક સંપ કરી તેમના ફળિયામાં રહેતા 64 વર્ષીય અક્કલસીંગ રૂપસીંગ વાદીને ગાળો બોલી અહીંયા કોઈ થાંભલા રોપવાના નથી કે વીજ લાઈન ખેંચવાની નથી તેમ કહી મારી નાંખવાની ધાકધમકીઓ આપી મુકેશભાઈ મોહનભાઈએ અક્કલસીંગ વાદીને બોચીમાં પકડી નીચે પાડી દઈ શરીરે ગડદાપાટુનો મારમારી નાસી ગયા હતા.

આ સંબંધે ઈજાગ્રસ્ત અક્કલસીંગ રૂપસીંગ વાદીએ નોંધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલીસે ખોખરા ગામના બારણ ફળિયાના ચામઠા પરિવારના મુકેશભાઈ મોહનભાઈ, મોહનભાઈ છગનભાઈ, દીલીપભાઈ મોહનભાઈ, નરેશભાઈ રાજુભાઈ, બચુભાઈ સાંકળાભાઈ, વીણાબેન નરેશભાઈ તેજસબેન દીલીપભાઈ તથા રમીલાબેન મોહનભાઈ વિરૂધ્ધ 323, 143, 147, 149, 504, 506(2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.