
૪ રાજ્યોના ૩૯ આદિવાસી બહુલ જિલ્લાઓને સમાવી નવા રાજ્યની રચના કરવા રાષ્ટ્રપતિને રજૂઆત
ગરબાડા ખાતે ભીલ સમાજ દ્વારા અલગ ‘ભીલપ્રદેશ’ રાજ્યની રચના કરવાની માંગ સાથે ગરબાડા મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને આપવામાં આવ્યું છે, જેમાં આદિવાસી સમાજના લાંબા સમયથી ચાલી આવતા હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાની વિનંતી કરાઈ છે.
જેમાં સાંસ્કૃતિક અને સામાજિક હિતો ભીલ સમાજના ઐતિહાસિક, સાંસ્કૃતિક, ભાષાકીય અને સામાજિક વારસાના રક્ષણ માટે અલગ રાજ્ય અનિવાર્ય હોવાનું જણાવાયું છે અને ચાર રાજ્યોનો સમાવેશ પ્રસ્તાવિત ભીલપ્રદેશ રાજ્યમાં દેશના ચાર મુખ્ય રાજ્યોના આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોને જોડવાની માંગ છે કુલ ૩૯ જિલ્લાઓ આ નવા રાજ્યના નકશામાં ગુજરાતના ૧૪, રાજસ્થાનના ૧૦, મહારાષ્ટ્રના ૮ અને મધ્ય પ્રદેશના ૭ જિલ્લાઓ સહિત કુલ ૩૯ જિલ્લાઓનો સમાવેશ કરવાની દરખાસ્ત માટેની આવેદનપત્ર દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, આદિવાસી સમાજની આ વર્ષો જૂની અને સંવેદનશીલ માંગણીને ગંભીરતાથી લેવામાં આવે. બંધારણીય જોગવાઈઓ અને પ્રક્રિયા અનુસાર આ બાબતે સકારાત્મક પગલાં ભરીને વહેલી તકે ‘ભીલપ્રદેશ’ રાજ્યની રચના અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી સમાજ વતી આશા વ્યક્ત કરવામાં આવી છે.