
નવી કારોબારી સમિતિની રચના, પાંચ હોદ્દેદારો સર્વસંમતિથી ચૂંટાયા.
ઝાલોદ વેપારી વિકાસ સેવા મંડળની ૩૩મી કારોબારી સમિતિની બેઠક તા. ૦૯-૦૭-૨૦૨૬, ગુવારના રોજ રાત્રે ૮:૦૦ કલાકે ગોયલ પેલેસ, ઝાલોદ ખાતે યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન વરિષ્ઠ સભ્ય જવાહરભાઈ અગ્રવાલે સંભાળ્યું હતું.
બેઠક દરમિયાન ગત ૩૨મી સામાન્ય સભામાં કાર્યમુક્ત થયેલા કારોબારી સભ્યોની જગ્યાએ નવા વર્ષની નવી કારોબારી સમિતિની રચના માટે ચર્ચા કરવામાં આવી હતી. સર્વસંમતિથી નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી અને પાંચ હોદ્દેદારોની નિમણૂક જાહેર કરવામાં આવી.
નવી કારોબારી સમિતિના હોદ્દેદારો : પ્રમુખ: શુભાષભાઈ એમ. અગ્રવાલ, ઉપપ્રમુખ: રીતેશભાઈ અગ્રવાલ, મંત્રી: મુકેશભાઈ બી. અગ્રવાલ, સહમંત્રી: પ્રકાશભાઈ જે. પરમાર, કોશાધ્યક્ષ: અનિલભાઈ આર. પંચાલ બેઠકના અધ્યક્ષ જવાહરભાઈ અગ્રવાલે સર્વસંમતિથી પસંદ થયેલા હોદ્દેદારોના નામ જાહેર કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિત સભ્યોએ પણ નવા હોદ્દેદારોનું સ્વાગત કરી મંડળના વિકાસ અને વેપારીઓના હિતમાં સૌ સાથે મળીને કાર્ય કરવાની શુભેચ્છા વ્યક્ત કરી હતી.
નવી કારોબારી સમિતિ આગામી વર્ષ દરમિયાન વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ, વેપારી એકતા મજબૂત બનાવવા તેમજ વિવિધ સામાજીક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવા માટે કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.