
માલપુર જઈ તપાસ કરી તો સોલાર કંપની જ ગાયબ: ભેજાબાજો ફોન સ્વીચ ઓફ કરી રફુચક્કર.
ઝાલોદ તાલુકાના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની રોજી રોટી સમાન ટ્રેક્ટર અને વાહનોને નિશાન બનાવતી એકહાઈ-પ્રોફાઈલ ઠગ ટોળકીનુ ઠગાઈનું મસ મોટું કારસ્તાન બહાર આવ્યું છે. અરવલ્લી જીલ્લાના માલપુર ખાતે ની સોલાર કંપનીમાં વાહનો ભાડે રાખવાના બહાને ત્રણ ભેજાબાજો એ કુલ ૧૫ જેટલા વાહનો પચાવી પાડી ખેડૂતોને લાખ્ખોનું આર્થિક નુકસાન પહોંચાડયું હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ ગત ૨૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ ત્રણ જેટલા ભેજા બાજો ઝાલોદ ખાતે ખેડૂતોના ઘરે આવ્યા હતા. તેઓ પોતાને સોલાર કંપની સાથે સંકળાયેલા દર્શાવી લાલચ આપી હતી કે, કંપનીના સ્ટાફની અવરજવર માટે બોલેરો અને તુફાન ગાડી તેમજ સોલાર કંપનીમાં ટ્રેક્ટર ભાડે જોઈએ છે. આ માટે માસિક ૧૮થી ૨૦ હજાર પિયા ભાડું, ડીઝલ અને મેન્ટેનન્સ નો તમામ ખર્ચ કંપની ભોગવશે તેવી વાતો કરી ખેડૂતોનો વિશ્ર્વાસ જીતી લીધો હતો. ઝાલોદના ડામોર અલ્કેશ દ્વારા વિજયભાઈ પરમાર અને મછાર પ્રવીણભાઈ જેવા મળતીયાઓ ના નામ આપી ખેડૂતોને જાળમાં ફસાવ્યા હતા. આરોપીઓ ગાડીઓ તો લઈ ગયા પરંતુ બે મહિનાઓ વિતી ગયા હોવા છતાં એક પણ પિયો ભાડું ખેડૂતોના ખાતામાં જમા થયું ન હતું. જ્યારે વાહન માલિકોએ ફોન કરીને પૈસાની ઉઘરાણી કરી, ત્યારે આરોપીઓએ, મહિનો પૂરો થવા દો, પૈસા આવી જશે. તેવા વાયદા કરી સમય પસાર કર્યો હતો. જયારે ૪ જુલાઈ ના રોજ ખેડૂતો તપાસ અર્થે માલપુર પહોંચ્યા ત્યારે ત્યાં સોલાર ની કોઈ કંપની કે વાહનોનો પતો મળ્યો ન હતો. અને ભેજા બાજ ઠગો પોતાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયા હતા. આટલી મોટી સંખ્યામાં વાહનો કેવી રીતે ગાયબ થયા અને આ પાછળ કોઈ મોટું કૌભાંડ છે કે કેમ, તે અંગેની તપાસ હવે ઝાલોદ પોલીસ માટે મહત્વની બની છે.
ભેજાબાજ ઠગોએ આ ખેડૂતોને નિશાન બનાવ્યા..
(૧) માલીવાડ પંકજભાઈ-ટ્રેક્ટર (૨) માલીવાડ મિતુલભાઈ–તુફાન ગાડી (૩) ગરાસીયા ભરતભાઈ– ટ્રેક્ટર (૪) માલીવાડ જીગ્નેશભાઈ- ટ્રેક્ટર (૫) વગેલા નિલેશભાઈ –ટ્રેક્ટર (૬) રાવત ભાવસિંગભાઈ- ટ્રેક્ટર (૭) ડામોર સુરતાનભાઈ– ટ્રેક્ટર (૮) કટારા રાહુલભાઈ–બોલેરો ગાડી(૯) કટારા કલસીંગ ભાઇ-ટ્રેક્ટર (૧૦) મછાર સુક્રમ ભાઈ–ટ્રેક્ટર (૧૧) કટારા માલા ભાઈ–ટ્રેક્ટર (૧૨) કટારા પીન્ટુ ભાઈ–ટ્રેક્ટર (૧૩) સુવર નરસિંગ ભાઈ–ટ્રેક્ટર (૧૪) ગરાસીયા રાકેશ ભાઈ–ટ્રેક્ટર (૧૫) ડામોર સુક્રમ ભાઈ–ટ્રેક્ટર.