ફળોનો રાજા એટલે આમ… દે.બારીયાના બજારમાં ચાર માસ થયા બાદ પણ અનેક જાતની કેરી વેચાણ માટે આવે છે

દે.બારીયાના ગ્રામ્યના વિસ્તારોમાં પાક મબલખ થાય છે. તેના મુખ્ય કારણ ખેતીવાડીને લગતા વિભાગો અને તાલીમ કેન્દ્રોનો સિંહફાળો છે. જ્યારથી વિકાસશીલ અને પ્રગતિશીલ આપણી ગુજરાતની સરકારે ખેડુતોના ઉઘ્ધાર માટે અનેક પ્રકારની તાલીમો અને સેમીનારો યોજીને સ્થાનિક ખેડુતો ખેત પેદાશો સીજનના અનુસાર પાક લેતા થયા છે. આ વર્ષે પણ કેરીના પાક પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. મીની વાવાઝોડા આવ્યા બાદ પણ કેરીનો પાક વધુ જોવા મળ્યો છે. કાચી કેરી પાંચ માસ થયા ત્યારે પણ કાચી કેરીની આવક થાય છે. રાજાપુરી કેરી અથાણા માટે વપરાય છે. સ્થાનિક ખેડુતોનાદ્વારા તમામ પ્રકારની અને દરેક જાતની કેરીમાં હાપૂસ, લંગડા, તોતા, બદામ, કેશર આના વૃક્ષો કલ્મી આંબાવાળીને કેરીનો પાક લેતા હોય છે અને સ્થાનિક દેશી કેરી તો ખરી તેમાં પણ અનેક જાતો પતાસા કેરી, આંબોળીયા કેરી આવી અનેક પ્રકારની દેશી કેરીઓ કચુંબર માટે અન્ય રાજ્યોમાં નિકાલ કરાતી હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા પંથકની કેરીનો પાક વૈશાખ માસથી આંબા વૃક્ષો પર ફુલો આવવાનું શ‚ થઈ જાય છે. આ કેરી સ્થાનિક ખેડુતો પકવીને સ્થાનિક બજારમાં કાચી કેરી પણ જથ્થા બંધ વેપારીઓના દ્વારા માર્ચ માસથી પાસેના રાજ્યમાં મોટા શહેરોની ખેતી બજાર સમિતિની મંડીઓમાં વેચાણ માટે મોકલવામાં આવે છે. ભાદરવા માસમાં પણ કાચી કેરીની આવક થાય છે. તે અમુક દિવસોમાં ત્રણ, પાંચ, સાત મણ કાચી કેરી લઈને ખેડુતો આવતા હોય છે. આ કાચી કેરી, ભાદરવા, કેરીના નામે પ્રખ્યાત થઈ છે. આમ, જોવા જઈએ તો ફળોનો રાજા કેરી છે તેનું પ્રથમ ફળ ઈરાનના રાજાને એક ગ્રામીણના ખેડુતે પ્રથમ ફળ ભેટના સ્વ‚પે આપ્યો હતો. આ ઐતિહાસીક પ્રકરણોથી જાણવા મળ્યું છે. હાલની સદીમાં ફળોનો રાજા એટલે કેરીના પાક પકવતા ખેડુતોને પગભર બનાવી દીધા છે. તે સાચી હકીકત છે તે સ્વીકારવી રહી..