
દાહોદ શહેરમાં પ્રતિવર્ષ અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબજ હરસોલાસ અને રંગેચગે કાઢવામાં આવે છે, તે અગાઉ તારીખ. ૨૯ ના રોજ હનુમાન બજારના રણછોડરાયજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીનો પુરાવિધિ વિધાન સાથે જલાભિષેક કરવામાં આવ્યો હતો. જેઠ પૂર્ણિમાના રોજ યોજતા જલાધીસેકનું વિશેષ ધાર્મિક મહત્વ છે. જૂની માન્યતા મુજબ ભગવાનનો પવિત્ર જળ અને દુધના ૧૦૮ કળશો થકી અભિષેક કરવામાં આવે છે અને આ પ્રસંગને સ્નાન પૂર્ણીમાં તરીકે પણ ઓળખવામાં આવે છે. જલાભિષેક બાદ ભગવાન ૧૫ દિવસ સુધી અનાસર અવસ્થામાં રહે છે અને ત્યારબાદ અષાઢી બીજ અને તારીખ ૧૬ નારોજ ભગવાન નગર ચર્યાએ નીકળી અને ભક્તોને દર્શન આપશે. જલાભિષેકના યોજાયેલા કાર્યક્રમ બાદ સાંજના પાંચ કલાકે ભગવાનની આરતી કરવામાં આવી હતી. આ વેળાએ ધાર્મિક વાતાવરણ છવાયું હતું.