દાહોદ નવજીવન સાયન્સ કોલેજના કેમીસ્ટ્રી વિભાગ દ્વારા વિદ્યાર્થી માટે એક દિવસીય કાર્યક્રમનું આયોજન

નવજીવન સાયન્સ કોલેજના કેમિસ્ટ્રી વિભાગ દ્વારા વિધાર્થીઓ માટે એક દિવસીય કાર્યક્રમનું આયોજન તા.03/12/2025 ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં તેમને SUN PHARMACEUTICAL R & D DEPARTMENT, VADODRAખાતે સંશોધનમાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિધાર્થીઓને વૈજ્ઞાનિક સાધનો અને તકનીકીઓના વ્યાવહારિક ઉપયોગ વિશે મજબૂત જ્ઞાન પ્રદાન કરવાનું તથા તેમની વ્યાવસાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ વિસ્તૃત કરવાનો હતો.

આ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિસિપાલ ડો. જી. જે. ખરાદી અને કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ના પી.જી. વિભાગના વડા ર્ડા. એચ.આર. ડાભી, હિરલ સોલંકી અને ભૂમિ ટીલવાની દ્વારા કરવામાં આવ્યું હતું.