જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી છાપરી દાહોદ ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દાહોદ દ્વારા આકસ્મિક ઘટના સમયે લેવાતા પગલાં અંગે અપાઈ માહિતી

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ છાપરી ખાતે સ્ટેશન ફાયર ઓફિસર દીપેશ.આર. જૈનના માર્ગદર્શન હેઠળ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, દાહોદના કર્મચારીઓ દ્વારા જાહેર કચેરીઓમાં અને રહેણાંક વિસ્તારોમાં આગ લાગે ત્યારે અથવા તો ગેસ સિલિન્ડર માંથી ગેસ લીક થઈ આગ લાગે ત્યારે તેને ઓલવવા માટેના લેવાતા સાવચેતીના પગલાં અંગે ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ડેમો સાથે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉછઉઅ નિયામક સહિત કર્મચારીઓ સેવકો ઉપસ્થિત રહ્યા હતા.