કાલોલ તાલુકાની ગ્રામ પંચાયતોમાં ૫૦ સરપંચો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફરીથી રિ-સર્વે કરાવવા માંગ

કાલોલ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના ૪૦-૫૦ જેટલા સરપંચોએ એકત્રિત થઇ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી વર્ષ-૨૦૨૪/૨૫ દરમિયાન સર્વે કરાયેલા ગ્રામિણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીઓના નામો ટેક્નિકલ કારણોસર રદ્દ કરાતા રિ-સર્વેને લઈ રજુઆત કરવામાં આવી છે.

રજુઆત મુજબ અગાઉ થયેલા સર્વે દરમિયાન અનેક ગામોમાં જ‚રિયાતમંદ પરિવારોના વિવિધ કારણોસર સર્વેમાં સામેલ થઈ શકયા નહિ હોવાના કારણે જ‚રિયાતમંદો સરકારની આવાસ યોજનાના લાભથી વંચિત રહ્યા છે. સરપંચોના આવેદનમાં જણાવાયુ છે કે, હાલ પણ તાલુકાના અનેક ગામોમાં ગરીબ, પછાત, કાચા મકાનોમાં રહેતા તેમજ આવાસ વિહોણા પરિવારો વસવાટ કરે છે. આ પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ માટે સંપુર્ણપણે પાત્ર હોવા છતાં તેમના નામ યાદીમાં રદ્દ થઈ જતાં કે સમાવેશ નહિ કરતા તેઓને સહાય મળતી નથી. જેના કારણે આવા પરિવારોને પોતાનુ પાકું ધર મેળવવાનુ સપનુ અધુ‚ રહે છે. જે અંગે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત વિભાગે કાલોલ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં નવેસરથી રિ-સર્વે હાથ ધરાય. જેથી અગાઉ રહી ગયેલા તમામ ગરીબ પરિવારોને આવાસ યોજનાનો લાભ સમયસર મળી શકે. તેવી માંગ કરી છે.