વડોદરામાં સાવકા પિતાના સગીર દીકરી સાથે અશ્લીલ અડપલાં કર્યા

વડોદૃરાના માંજલપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. એક સાવકા પિતાએ પોતાની સગીર દૃીકરી સાથે અશ્લીલ હરકતો અને શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

મળતી માહિતી મુજબ, માંજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાના બીજા પતિ અને સગીર દૃીકરી સાથે ભાડાના મકાનમાં રહે છે. સગીરા મહિલાના અગાઉના લગ્નમાંથી જન્મેલી દીકરી હોવાનું જાણવા મળ્યું છે. મહિલા નોકરીએ જતી હોવાથી ઘરમાં ઘણીવાર સગીરા અને તેનો સાવકો પિતા એકલા રહેતા હતા.

આ પરિસ્થિતિનો લાભ લઈને સાવકા પિતાએ સગીરા સાથે અશ્લીલ હરકતો અને શારીરિક અડપલાં કરવાનું શ‚ કર્યું હોવાનું ફરિયાદૃમાં જણાવાયું છે. આરોપીએ સગીરાને ધમકી પણ આપી હતી કે જો આ વાત કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખશે.

લાંબા સમયથી ચાલતા માનસિક ત્રાસ અને ભયના માહોલ વચ્ચે આખરે સગીરા એ પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી હતી. દૃીકરી પાસેથી ઘટનાની જાણ થતાં માતા આઘાતમાં આવી ગઈ હતી. ત્યારબાદૃ મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદૃ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદૃના આધારે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શ‚ કરી છે. સાથે જ આરોપીની શોધખોળ હાથ ધરી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.