શહેરા તાલુકાના મીઠાલી ગામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપધાત કર્યો હતો. પતિના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી પરિણીતાએ આપધાત કર્યો હોવાનો પિયરીયાઓ દ્વારા આક્ષેપ કરાયો છે.
મીઠાલી ગામે આવેલ વણકર ફળિયામાં રહેતી સ્નેહલ બેન અનીલભાઈ વણકર(ઉ.વ.30)પરિણીતાએ પોતાના ધરમાં લાકડાના પાટડાએ અગમ્ય કારણોસર દોરડા વડે આપધાત કરી લીધો હતો. જેને લઈ પરિણીતાના મૃતદેહને શહેરા સરકારી દવાખાને પી.એમ.અર્થે ખસેડાયો હતો. આ બનાવની જાણ શહેરા 5ોલીસને કરાતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિણીતાનો પતિ દારૂ પી ને અવાર નવાર પરિણીતાને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો. જેને કારણે પરિણીતાએ આ પગલું ભર્યુ હોવાનુ પિયર પક્ષે આક્ષેપ કર્યો છે. જેથી િ5યર પક્ષના આક્ષેપ વચ્ચે પોલીસે પેનલ પી.એમ.કરાવીને પરિણીતાના મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત મોત અન્વયે જાણવા જોગ નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.