છોટાઉદેપુર જિલ્લાના ૭ તાલુકાના ટ્રાન્સ્પોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા વાહન માલિકોને રિપાર્સિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ માટે વડોદરા ખાતે જવુ પડે છે. જેને લઈને છેલ્લા એક વર્ષથી વાહન માલિકો હેરાન પરેશાન બન્યા છે. સ્થાનિક કક્ષાએ સવલત ઉભી કરવા માંગ કરી છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર, છોટાઉદેપુર, કદવાલ એમ ૭ તાલુકા આવેલા છે. છોટાઉદેપુર ખાતે આર.ટી.ઓ વિભાગની કચેરી આવેલી છે. છોટાઉદેપુર આર.ટી.ઓ.કચેરીમાં ટ્રાન્સ્પોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા વાહનોનુ રિપાર્સિંગ થતુ નથી. અને ફિટનેસ સટિ.પણ નીકળતુનથી. જેના લીધે વાહન માલિકોને પોતાના વાહનો રિપાર્સિંગ કરવા માટે વડોદરા ખાતે આવેલ આર.ટી.ઓ.વિભાગની કચેરીમાં વાહન લઈને લાંબા થવુ પડે છે. જેનાથી વાહન માલિકોને ૫ાંચથી છ હજાર સુધીનો ડિઝલનો ખર્ચ સાથે અન્ય ખર્ચ પણ કરવો પડી રહ્યો છે. ત્યારે રાજય સરકારના વાહન વ્યવહારના મંત્રી છોટાઉદેપુર જિલ્લામાં વાહનોને રિપાર્સિંગ કરવા માટે સુવિધા ઉભી કરે તેવી વાહનચાલકોની માંગ છે.