
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના મોટાકાંટવા પાસેના પંચમહાલ અને છોટાઉદેપુર જીલ્લાની સરહદેથી ડુંગરવાંટ તરફનો માર્ગ લાંબા સમયથી ભારદાર વાહનોની અવરજવર રહેતાં અતિ બિસમાર બન્યો હતો. તો કેટલીક જગ્યાએ ડામર રોડ જ ખસી જવાની સ્થિતિ સર્જાતાં રોજિંદા અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના મોટાકાંટવાથી ડુંગરવાટ, સુખી ડેમ, મોટીબેજ તરફનો માર્ગ અતિ બિસમાર હાલતમાં મૂકાતાં રોજિંદા અવર જવર કરતા વાહનચાલકોને અક્સ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે. પાવીજેતપુરના ભારજ નદી પરના પુલને અંદાજે ત્રણ જેટલા વર્ષ વીતી ગયા હોવા છતાં આજદિન સુધી આવા માર્ગોનું રિપેરિંગ થતું નથી. જીલ્લામાં માર્ગોની સ્થિતિ કથળી છે.
હાઇવે સહિત જીલ્લામાં આવેલા અનેક પુલોની હાલત પણ ગંભીર બનતાં પુલો બંધ કરી લાંબા ડાયવર્ઝન આપી દેવાતાં વાહન ચાલકોની સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે. તંત્ર દ્વારા માર્ગ પર પડેલા ખાડાની મરામત કરવામાં આવે તો રાહત મળે તેમ છે. ભારે વાહનોનો ભાર નહીં વેઠતાં નવા માર્ગોની સ્થિતિ કથળી છોટાઉદેપુર જીલ્લાના તાલુકાઓમાંથી પસાર થતા હાઇવે રસ્તાની હાલત કથળી છે. ડુંગરવાટ, મોટીબેજ વાંકી, ઊંચાપાન, મોટાકાટવા ગામથી જાંબુઘોડાના કણજીપાણી સુધીનો માર્ગ નવો નક્કોર બનાવાયો હતો. પરંતુ તે મોટા વાહનોનો ભાર વધુ ના વેઠતાં તૂટી જતાં આખરે પ્રજાને માર્ગ પર નીકળતાં જ અક્સ્માતનો ડર અનુભવાય છે.