મહીસાગર જીલ્લાના વીરપુર તાલુકાના બારોડા ગામના યુવાન વિમલકુમાર પ્રજાપતિને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા

વીરપુર,બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા મહીસાગર જીલ્લાના વીરપુર તાલુકાના બારોડા ગામના યુવાન વિમલકુમાર પ્રજાપતિને માસ્ટર ઓફ આર્ટસ અંગ્રેજી વિષયમાં સર્વશ્રેષ્ઠ પરિણામ આવતાગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા. બરોડા ગામ અને વીરપુર તાલુકા માટે આ ગૌરવની બાબત છે અને ગામના વડીલો અને યુવામિત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.