
અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ દિવસેને દિવસે ગરમાતું જઈ રહ્યું છે. ખાડિયા બાદ હવે વટવા નજીક લાંભા વિસ્તારમાં પણ રાજકારણમાં “પાકિસ્તાન” મુદ્દે તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. લાંભા વિસ્તારમાં યોજાયેલી સભા દરમિયાન કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીએ વિરોધીઓ પર કડક પ્રહાર કર્યો. તેમણે જણાવ્યું કે કેટલાક નેતાઓ વિકાસના મુદ્દાઓ છોડીને ચૂંટણી દરમિયાન પણ પાકિસ્તાનનો જ મુદ્દો ઉઠાવે છે, જે મતદારોને ભટકાવવાનો પ્રયાસ છે.
રાજેશ સોનીએ ભાજપ સાથે જાડાયેલા નેતાઓને નિશાન બનાવતાં કહ્યું કે છેલ્લા પચીસ વર્ષથી વોર્ડમાં સત્તા હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ પૂરતી ઉપલબ્ધ નથી. રસ્તા, પાણી અને નાગરિક સુવિધાઓના પ્રશ્નો યથાવત છે, પરંતુ ચૂંટણી આવે ત્યારે મુદ્દાઓ બદલાઈ જાય છે.
લાંભા વિસ્તારમાં યોજાયેલી એક સભાને સંબોધતા કોંગ્રેસના રાજેશ સોની કહ્યું કે, કેટલાક નેતાઓ ચૂંટણી દરમિયાન વિકાસની વાતો છોડી પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવે છે તેમણે મતદારોને અપીલ કરતાં કહ્યું કે, આ વખતે કામ કરનાર નેતાઓને જ મત આપવો જાઈએ. હિન્દૂ-મુસ્લિમ કે પાકિસ્તાનના નામે રાજકારણ કરનારાઓને જનતાએ સખત જવાબ આપવો જાઈએ.સભા દરમિયાન અપક્ષ ઉમેદવાર પર પણ આકરા આક્ષેપો કરવામાં આવ્યા. રાજેશ સોનીએ જણાવ્યું કે, અમુક ઉમેદવારો ધાર્મિક ભાવનાઓનો દુરૂપયોગ કરીને ખોટી કસમો ખાઈને લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે. તેમણે જનસભાને સંબોધતા કહ્યું કે, ‘ભાજપના નેતાઓ જે વિસ્તારમાં થોડી વધારે મુસ્લિમ વસ્તી જુએ તેના માટે કહે છે કે, આ વાર્ડને અમે પાકિસ્તાન નહીં બનવા દઈએ.’
આ ઉપરાંત, તેમણે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓ પર પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેઓ માત્ર પોતાના ફાયદા માટે રાજકારણ કરે છે. પાણી જેવી મૂળભૂત સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ ગયેલા નેતાઓ હવે ચૂંટણી સમયે ટાંકી લઈને મત માંગવા આવશે તેવો વ્યંગ પણ કર્યો.રાજેશ સોનીએ મતદારોને ચેતવણી આપતા કહ્યું કે આવી નેતાઓ મીઠી વાતો અને લાલચ આપી મત મેળવી લે છે, પરંતુ પછી પાંચ વર્ષ સુધી ગાયબ થઈ જાય છે.અંતમાં તેમણે કહ્યું કે જનતાએ હવે સમજદારીથી નિર્ણય લેવાનો સમય આવી ગયો છે અને એવા પ્રતિનિધિઓ પસંદ કરવા જાઈએ જે ખરેખર લોકોના પ્રશ્નો ઉકેલવા માટે પ્રતિબદ્ધ હોય.