ગરબાડા,
સૃષ્ટિના સર્જનહાર, વાસ્તુકલા અને સર્જનના દેવતા, દેવશિલ્પી વિશ્ર્વકર્મા ભગવાનની જયંતિ નિમિતે ગરબાડામાં પંચાલ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્ર્વકર્મા મંદિરે વિશ્ર્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્ર્વકર્મા જયંતિની ઉજવણી નિમિતે ગરબાડા વિશ્ર્વકર્મા મંદિરે સવારમાં વિશ્ર્વકર્મા ભગવાનનો વિશેષ શણગાર તથા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે ગરબાડા નગરમાં ભગવાનની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી બજારમાં ચામુંડા માતાજી મંદિરના ચોકમાં ગરબાની રમઝટ સાથે શોભાયાત્રા નગરમાં ફરી હતી અને શોભાયાત્રા બાદ વિશ્ર્વકર્મા મંદિરે ભગવાન વિશ્ર્વકર્માની આરતી તેમજ સાંજના સમયે સમાજના લોકો માટે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.