ઘોઘા તાલુકાના વાળુકડ ગામે પ્રેમલગ્નએ લોહિયાળ વળાંક લીધો છે. મૃતક રવિ ઉર્ફે લાલા રબારી નામના યુવકે વર્ષ-૨૦૨૩માં પોતાના સમાજની યુવતી સાથે અમદાવાદમાં કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ આજે એ જ પ્રેમ બની ગયો મોતનું કારણ. વાળુકડના બસ સ્ટેન્ડ પાસે જાહેર માર્ગ પર ત્રણ શખ્સોએ જાહેરમાં જ યુવક પર છરીના આડેધડ ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ નિર્મમ હત્યા કર્યા જેનો લાઇવ વિડિયો પણ સામે આવ્યો છે. પ્રેમ લગ્નથી નારાજ પરિવારની મૃતક યુવકને અવાર-નવાર ધમકીઓ પણ અપાતી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી હરેશ આલ, કિશોર ચૌહાણ અને રોહિત ઉર્ફે કાળુ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે બે દિવસ પૂર્વે રાત્રિના સમયે પ્રેમલગ્નની દાઝને લઈને એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની શરૂઆત ચાર વર્ષ પહેલા થઇ હતી. જેમાં વાળુકડ ગામથી રવિ રબારી નામનો યુવક ડ્રાઇવિંગની અમદાવાદ ખાતે નોકરી કરી રહ્યો હતો. તે સમયે વર્ષ-૨૦૨૩માં મૂળ ભાવનગર સિહોર તાલુકાના વતની અને હાલ અમદાવાદ રહેતા મુન્ના પ્રફુલ બલિયા નામના વ્યક્તિની દીકરી સાથે રવિ રબારી નામના યુવકને પ્રેમ થયો હતો. મૃતકની માતા ધનીબેને જાનવીબેન સાથે સગાઈની વાત કરી હતી, પરંતુ મુન્ના પ્રફુલભાઈએ સગાઈ કરવાની ના પાડી દીધી હતી અને ત્યારબાદ બંનેએ અમદાવાદની કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા.
લગ્ન પછી જાનવી પોતાના પિતાના ઘરે રહેતી હતી અને રવિ ભાવનગર પાછો આવી ગયો હતો. આ લગ્નથી મુન્ના પ્રફુલભાઈ ખૂબ જ નારાજ હતા અને તેમણે અગાઉ પણ ધમકી આપી હતી. અત્યારના ચાર દિવસ પહેલા પણ એક વ્યક્તિ રવિભાઈના ઘરે આવીને ધમકી આપી ગયો હતો કે “તમે અમારી ઇજ્જત પર હાથ નાખ્યો છે, મળી ગયો તો પૂરો કરી દેવાના છીએ.” આ જ બાબતને લઈને અગાઉ પ્લાનિંગ મુજબ હત્યારાઓ વાળુકડ ગામ પહોંચ્યા હતા અને ત્યાર બાદ મૃતક રવિ પોતાનું સ્કૂટર લઈને આટો મારવા બસ સ્ટેન્ડ પાસે ગયો હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ તેને આંતરી જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ મોઢા, ગળા, છાતી, પેટ અને હાથ-પગમાં છરીના અનેક ઘા કર્યા હતા. હુમલા પછી આરોપીઓ વાહન સાથે નાસી છૂટ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસ, એએસપી ઘનશ્યામ ગૌતમ, સીટી ડીવાયએસપી અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રવિ ઉર્ફે લાલાભાઇ ચારેક વર્ષ અગાઉ વાળુકડથી અમદાવાદ નોકરી કરવા માટે ગયો હતો. જ્યાં મુન્ના ઉર્ફે બલ્યા સાથે પરિચય થતાં મુન્નાએ રવિને ડ્રાઇવર તરીકે નોકરીએ રાખ્યો હતો. જ્યાં રવિભાઈને મુન્ના બલ્યાની દીકરી સાથે પરિચય થતાં બંન્ને વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો હતો અને બંન્નેએ કોર્ટે મેરેજ કરી લીધાની જાણ યુવતીના પિતા મુન્નાને થતાં મુન્ના બલ્યા અને રવિ ઉર્ફે લાલા વચાળે દુશ્મનાવટ ઊભી થઈ હતી.મુન્નાએ અગાઉ પણ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. મૃતક રવિ ઉર્ફે લાલાએ મુન્ના બલ્યાની દીકરી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. જે બાદ યુવતીના પિતા મુન્નાને શંકા જતાં રવિ ઉર્ફે લાલાને ડ્રાઈવીંગમાંથી કાઢી નાખ્યો હતો. જે મૃતક લાલાએ લગ્નની કંકોત્રી બનાવીને વોટ્સએપ પર રાખી હતી. સ્ટેટસ યુવતીના પિતાએ જાતાં મુન્ના બલ્યાએ રવિ ઉર્ફે લાલાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. આ મામલે મૃતકની માતાએ યુવતીના પિતા સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જાકે બનાવવામાં મુખ્ય ષડયંત્રકાર તરીકે જેનું નામ નોંધવામાં આવ્યું છે તે યુવતીનો પિતા મુન્ના પ્રફુલ બલ્યા હજુ સુધી પોલીસ પકડની બહાર છે.