બોડેલીના બે કોટન જીન ખાતે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરી હતી. પ્રથમ દિવસે 50
ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી.
બોડેલી બજાર સમિતિમાં લગભગ છેલ્લા એક મહિનાથી કપાસની હરાજી ચાલી રહી છે. આ દરમિયાન બજાર ભાવ ટેકા ભાવે કરતા 1,500થી 2,000 રૂપિયા જેટલા ઓછા બોલાઈ રહ્યા છે. માર્કેટ સુત્રોએ જણાવ્યુ કે, સેન્ટ્રલ કોટન કો.ઓફ ઈન્ડિયા(સીસીઆઈ)કપાસની ખરીદી ટેકાના ભાવે રૂ.8,060 શરૂ કરી છે. કમોસમી વરસાદના કારણે આ વર્ષે કપાસના પાકને મોટુ નુકસાન થયુ છે. જેને કારણે સીઝન મોડી પડી છે. અને કપાસની ગુણવત્તા પણ ધટેલી આવી છે. અત્યાર સુધી લગભગ 14 હજાર ક્વિન્ટલ કપાસ બોડેલી બજાર સમિતિમાં હરાજી માટે આવ્યો છે. બજારમાં હાલ દરરોજ 10થી 15 કપાસ ભરેલા વાહનોની આવક થઈ રહી છે. સીસીઆઈ બોડેલી ખાતે બી.જે.કોટન અને શિવશક્તિ કોટન જીન ખાતે કપાસ ખરીદીની શરૂઆત કરી જેમાં 50 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. હવે તબકકાવાર અન્ય જીનમાં પણ કપાસ ઠલવાશે. આ પાછળ બોડેલી તથા અન્ય કેન્દ્રોમાં કપાસની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે.