
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારત પર પણ પડી છે. ભારતમાં એલપીજીનું સંકટ જાવા મળી રહ્યું છે. સરકારે એલપીજી માટે ગાઈડલાઈન જાહેર કરી છે. રસોઈ ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં પણ ફેરફાર થયો છે, બીજીતરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની વધારે અછત જાવા મળી રહી છે. જેથી ઉદ્યોગો અને રેસ્ટોરન્ટ પર તેની મોટી અસર પડી છે. આ વચ્ચે સુરતમાં ગુજરાત ગેસ દ્વારા કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
કોમર્શિયલ ગેસની અછત વચ્ચે ગુજરાત ગેસ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે ઉદ્યોગો ૮૦ ટકાથી વધુ ગેસ વાપરસે તેની પાસેથી વધારાના યુનિટ દીઠ ૪૯.૫૦ રૂપિયાની જગ્યાએ ૮૫ રૂપિયા વસૂલ કરવામાં આવશે. યુદ્ધને કારણે ઔદ્યોગિક ગેસના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કંપની દ્વારા બે સ્લેબ લાગૂ કરવામાં આવ્યા છે.
ગુજરાત ગેસ દ્વારા આ ભાવ વધારાની અસર ટેક્સટાઈલ પ્રોસેસિંગ ઉદ્યોગો પર જાવા મળશે. સુરતમાં ૩૦૦ જેટલા એકમો ગેસ આધારિત છે. યુદ્ધની સ્માંથિતિ પહેલાથી જ માંગમાં ઘટાડો થયો છે, બીજીતરફ ગેસનો ભાવ વધતા ઉદ્યોગ પર માઠી અસર પડી શકે છે. ગુજરાત ગેસ રાજ્યભરમાં ૧૦૦૦થી વધુ ઉદ્યોગોને ૭ લાખ કિલોથી વધુનો ગેસ પૂરો પાડે છે.
સુરતમાં ૩૦૦થી વધુ ઉદ્યોગો આ ગેસ પર આધારિત છે. જેમાં દરરોજ ૧.૫૦ લાખ કિલો ગેસનો ઉપયોગ થઈ રહ્યો છે. કંપની દ્વારા નવો સ્લેબ લાગૂ થયા બાદ તેની સૌથી વધુ અસર ટેક્સટાઈલ ઉદ્યોગને પડવાની છે. આગામી સમયમાં ઉદ્યોગના ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે છે.