વિધાનસભામાં બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો ઈમેલ મળતા હાહાકાર મચી ગયો

ગુજરાતમાં બોમ્બની ધમકીના સિલસિલા વચ્ચે આજે ગુજરાત વિધાનસભાને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. વિધાનસભામાં બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો ઈમેલ મળતા હાહાકાર મચી ગયો હતો. બોમ્બની ધમકી મળતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે તપાસ કરી હતી. તપાસ બાદ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ કરાઈ હતી અને મંત્રીઓ અને ધારાસભ્યોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જાકે, ત્યાર બાદ ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં બોમ્બની ધમકીનો મુદ્દો ગુંજ્યો હતો. જીતુ વાઘાણીએ અમિત ચાવડાના કપડા પર કમેન્ટ કરતા ચર્ચા શરૂ થઈ હતી. જેના બાદ શંકર ચૌધરીએ કહ્યું કે, ગુજરાત સક્ષમ છે, ગભરાતું નથી. તો અમિત ચાવડાએ કહ્યું કે, મંત્રી હિંમત આપવાની જગ્યાએ ગૃહ છોડીને ગયા હતા.

ગુજરાત વિધાનસભાની મળેલી બોમ્બની ધમકી બાદ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યું કે, વિધાનસભામાં ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો. પહેલા શાળા, કોલેજ, કોર્ટ અને હવે વિધાનસભામાં ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરાયો છે. તેઓએ અધ્યક્ષ સમક્ષ સમગ્ર ઘટના કેવી રીતે બની તેની માહિતી માંગી હતી.

ગુજરાતમાં ચૂંટણી આવે ત્યારે આ પ્રકારના મેઈલ આવતા હોવાનો આક્ષેપ વિધાસનભા ગૃહમાં થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં પોતાના કાળા શર્ટનો ઉલ્લેખ થયા બાદ નિવેદન આપ્યું. અમિત ચાવડાએ કહ્યું કે, ‘પોતે કાળા કપડાં પહેરતાં જ હોય છે’, તેઓ ઉલ્લેખ કરી હળવા મૂડમાં ચૂંટણી આવતા મેઈલ અંગે ટકોર કરી હતી. તો અર્જુન મોઢવાડિયાએ અમિત ચાવડાના કાળા કલરના શર્ટ પર કોમેન્ટ કરી હતી કે, ‘અમિત ચાવડા વિરોધમાં કાળા કપડાં પહેરતાં જ હોય છે પણ તેઓને સારા લાગે છે.’

તો સામે અમિત ચાવડાએ પણ કોમેન્ટ કરી કે,? ‘અર્જુન મોઢવાડિયાએ પણ કાળા કપડાં પહેરીને બહુ વિરોધ કર્યો જ છે.’ તો અર્જુન મોઢવાડિયાએ વળતી કોમેન્ટમાં જવાબ આપ્યો કે, ‘અમે કાળા કપડાં પહેરીને અનેક પ્રકારનો વિરોધ કર્યો છે.

આ વાતમાં ગોપાલ ઈટાલિયા કૂદી પડ્યા હતા, અને તેઓએ કહ્યું હતું કે, ‘કાળા કપડાં પહેરો ત્યા સુધી વાંધો નથી બીજું ન કરતા.’ ત્યારે ભાજપના ધારાસભ્યએ બેઠા બેઠા ગોપાલ ઈટાલિયાની કોમેન્ટનો જવાબ આપ્યો કે, ‘ગોપાલ ઈટાલિયાને તો જૂતું મારવાનો પણ અનુભવ છે.’

આ સમગ્ર કોમેન્ટ વચ્ચે અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ કોમેન્ટ કરી કે, ‘ચાલો સારું છે બધા હળવા મૂળમાં કોમેન્ટ કરે છે. આજે બોમ્બની ઘટનામા પણ ગુજરાત એક છે અને ધારાસભ્યોએ દાખવેલી એકતા બદલ અભિનંદન આપું છું. ગુજરાતીઓ કોઈપણ ધમકીથી ગભરાતા નથી. ભૂતકાળમાં અનેક આતંકવાદી ઘટનાઓ પણ બની છે આમ છતાં ગુજરાત એક રહ્યું છે.’

બામ્બની ધમકી અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી આપતા કહ્યું હતું કે, આજે સવારે જ બામ્બ થ્રેટનો મેઈલ આવ્યો હતો. જેના બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને આ મુદ્દો ધ્યાને મૂક્્યો હતો. ૨ વખત વિધાનસભા ગૃહની ચકાસણી કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે ચકાસણી કરવામાં આવી હતી. બામ્બ થ્રેટ અંગે રાજ્ય સરકાર તપાસ કરી રહી છે. કોઈની ધમકીથી ગુજરાત ભયભીત થાય તેવી Âસ્થતિ નથી. ગુજરાત ધમકીઓથી કોઈ દી ઝૂક્્યું નથી અને ઝુકશે પણ નહીં.

વિધાનસભામાં બોમ્બની અફવા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને હાઈલેવલ બેઠક બોલાવાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ વિભાગના અધિકારીઓ પોલીસવડા, સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં આવી રહેલા આ પ્રકારના મેઈલ સહિતના મુદ્દાની ચર્ચા થઈ હતી.

બોમ્બની ધમકીમાં શું લખાયું હતું…

ગુજરાત વિધાનસભા અને અમદાવાદની સ્કૂલોને ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો પંજાબી ભાષામાં ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. જેમાં લખ્યું છે કે ગુજરાતી હિન્દુ ચરમપંથી, મોદી-શાહ-ઝ્રસ્ પટેલ. કચ્છના બંદરે ન્ઁય્ ટેન્કર્સ મિસાઇલ હુમલો કરીશું.