ગોધરા ખંખારીયા પ્લોટ ઝાકરીયા સ્કુલ સામે વેચાણ માટે રાખેલ 23 કિલો માંસનો જથ્થો ઝડપ્યો

ગોધરા ખંખારીયા પ્લોટ ઝકરીયા સ્કુલ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં પોતાના ધરની સામે ખુલ્લામાં માંસનો જથ્થો વેચાણ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી માંંસનો જથ્થો 23 કિલો કિંમત 4600/-, વજન કાંટો, મોટર સાયકલ મળી કુલ રૂા.65,620/-નો મુદ્દામાલ મૂકી આરોપીઓ નાશી ગયેલહ તા. આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા ખંખારીયા પ્લોટ ઝકરીયા સ્કુલ પાસે આવેલ ખુલ્લામાં આરીફ ઉર્ફે આરીફ દાદા અબ્દુલ રઝાક સમોલ એ સ્વીફટ કાર નં.જીજે.05.સીએફ.0771માં કોઈ જગ્યાએથી ગૌવંશનું માંસ ભરી લાવ્યો હતો અને પોતાના ધરની સામે ખુલ્લા પ્લોટમાં વેચાણ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન વેચાણ માટે રાખેલ માંસનો જથ્થો 23 કિલો કિંમત રૂા.460/-, વજનકાંટો, મોટર સાયકલ નંગ-2 મળી કુલ રૂા.65,620/-નો મુદ્દામાલ મૂકી ત્રણ ઈસમો નાશી છુટીયા હતા. આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી તેમજ માંંસનો જથ્થો ગૌમાંસ છે કે નહી તેની તપાસ માટે કબ્જે લેવામાં આવ્યો.