રાજકોટ: ’અમે પોલીસ છીએ, ચાલ સ્ટેશને…’ કહી આધેડ પાસેથી ૩૦ હજાર પડાવનાર નકલી પોલીસ ઝડપાયો

રાજકોટમાં નકલી પોલીસ બનીને નિર્દોષ નાગરિકોને ડરાવી પૈસા પડાવતી ટોળકી ફરી સક્રિય થઈ છે. એસ્ટ્રોન ચોક નજીત એક આધેડને આંતરી, પોલીસની ખોટી ઓળખ આપી ૩૦,૦૦૦ રૂપિયાની લૂંટ ચલાવનાર બે શખસો પૈકી એકને એ-ડિવિઝન પોલીસે દબોચી લીધો છે, જ્યારે તેનો અન્ય એક સાથીદૃાર હાલ ફરાર છે.

મળતી માહિતી અનુસાર, શહેરના પરા પીપળિયા વિસ્તારમાં રહેતા જનાર્ધન સહાની નામના આધેડ સાથે આ ઘટના ૨૫મી ફેબ્રુઆરીએ બની હતી. જનાર્ધનભાઈ જ્યારે કામ પરથી ઘરે જઈ રહૃાા હતા, ત્યારે એસ્ટ્રોન ચોક પાસે મોપેડ પર આવેલા બે શખ્સોએ તેમને રોક્યા અને કહૃાું, ’અમે પોલીસ છીએ, તું પોલીસ સ્ટેશન ચાલ.’ આધેડે પોતાનો વાંક પૂછતા જ નકલી પોલીસે તેમનો મોબાઈલ અને બાઈકની ચાવી આંચકી લીધી હતી. ત્યારબાદૃ તેમને અલગ-અલગ વિસ્તારોમાં ફેરવીને માનસિક દબાણ બનાવ્યું હતું. આરોપીઓએ પહેલા ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાનું દબાણ કર્યું, પરંતુ આધેડે અસમર્થતા દૃર્શાવતા તેમને રાજનગર ચોક તરફ લઈ ગયા હતા.

નકલી પોલીસના ડરથી આધેડે પોતાના મિત્રને ફોન કરી ૩૦,૦૦૦ રૂપિયાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. રાજનગર ચોક પાસે મિત્ર પાસેથી રોકડા ૩૦,૦૦૦ રૂપિયા લઈને આરોપીઓને આપતા જ તેઓ બાઈકની ચાવી પરત કરી નાસી છૂટ્યા હતા.

બનાવ અંગે ફરિયાદ નોંધાતા એ-ડિવિઝન પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. નકલી પોલીસ બનીને લૂંટ કરનાર શખસો સંદિપ રામાવત અને અલ્તાફ મેમણ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સંદિપ રામાવતની ધરપકડ કરી તેની પાસેથી લૂંટના રોકડા ૩૦,૦૦૦ રૂપિયા, મોબાઈલ અને મોપેડ સહિત કુલ ૮૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલ અલ્તાફ મેમણ હજુ પોલીસ પકડથી દૃૂર છે, જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.